Business

‘સિંહણના મોંઢામાં કેમેરો..’, આ ફોટા માટે બેસ્ટ કેપ્શન લખનારને આનંદ મહિન્દ્રાએ આપી અનોખી ભેંટ

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra )ગ્રૃપના ચેરમેન અને સફળ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક નવું પોસ્ટ કરે છે, જે વાઈરલ થઈ જાય છે. તેમણે પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર અનેક દિવસો બાદ નવો ફોટો શેર કરીને તેના માટે કેપ્શન પૂછ્યું હતું અને ઈનામની જાહેરાત કરી હતી. જેના વિનરનું નામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમણે જીતનાર વ્યક્તિને ગિફ્ટમાં એક ‘ટ્રક’ આપી છે.

ટ્વિટ કરેલા ફોટોમાં ખાસ શું છે?
આનંદ મહિન્દ્રાએ હાલમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર ર્ક્યો હતો. જેમાં મોંઢામાં કેમેરો લઈને એક સિંહણ જોવા મળી રહી હતી. આ ફોટો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર બારબરા જેન્સેન વોસ્ટરે વર્ષ 2018માં લીધો હતો. આ ફોટોને પોસ્ટ કરવાની સાથે જ તેમણે ટ્વિટર યૂઝર્સ પાસે આના માટેનું કેપ્શન માંગ્યું હતું. એવું કેપ્શન જેનાથી આનંદ મહિન્દ્રા ઈમ્પ્રેસ થઈ શકે અને કેપ્શન આપવા માટે 9 મે સુધીનો સમય આપ્યો હતો. તેમણે આની સાથે જ સૌથી સારું કેપ્શન આપનાર યૂઝર્સને ઈનામમાં ટ્રક આપવાનો વાયદો ર્ક્યો હતો.

અનેક દિવસો બાદ કેપ્શન કોમ્પિટિશન
આનંદ મહિન્દ્રાએ આ ફોટોને શેર કર્યાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ‘મને યાદ અપાવવામાં આવી કે મેં ગત કેટલાક સમયથી કેપ્શનવાળી પોસ્ટ નથી મૂકી. તો અહીં તમારા ટાઈમ માટે કંઈક છે!’ રાઈટ સાઈડના સિંહણના ફોટો માટે યોગ્ય કેપ્શન આપો અને સારું કેપ્શન આપનાર વિનરને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના Furio મોડલનું ટ્રક ગિફ્ટમાં મળશે. આ ટ્રકનો ફોટો પણ તેમણે શેર ર્ક્યો હતો.

આનંદ મહિન્દ્રાના દરેક ટ્વિટની જેમ આ ટ્વિટ અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપી વાઈરલ થઈ ગઈ અને યૂઝર્સ પોતાની રીતે આનંદ મહિન્દ્રાને આનું કેપ્શન મોકલવા લાગ્યા. હવે મહિન્દ્રા ચેરમેને એક શાનદાર કેપ્શનને પસંદ કરી લીધું છે અને ટ્વિટના માધ્યમથી વિનરનું નામ અનાઉન્સ કર્યુ છે. તેમણે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં લખ્યું કે, ‘મારા સૌથી લેટેસ્ટ કેપ્શન કોમ્પિટિશનના વિજેતાની જાહેરાત…. શુભેચ્છાઓ @nimishdubry પોતાનું સ્કેલ મોડલ મેળવવા માટે.’ નિમિશ દુબેએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘Say Cheese. Or I will say ‘lunch’’. જે મહિન્દ્રા ચેરમેનને સૌથી વધુ પસંદ આવ્યું છે.

Most Popular

To Top