SURAT

સુરતમાં કોલગર્લ પુરી પાડવાના નામે રૂપિયા પડાવી લેનારને પોલીસે આ ટ્રીક અજમાવી પકડ્યો

સુરત: (Surat) ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતા અને ડાયમંડ કંપનીમાં (Diamond Company) મેનેજર તરીકે નોકરી કરતા યુવકે લલના સાથે જલસા કરવાના ચક્કરમાં 1.37 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. કોલગર્લ પુરી પાડવાના નામે રૂપિયા પડાવી લેનારને ખટોદરા પોલીસે કુરિયર બોય બની રાજસ્થાનથી (Rajasthan) આબાદ ફસાવ્યો અને ધરપકડ કરી હતી.

  • કોલગર્લ પુરી પાડવાના નામે રૂપિયા પડાવી લેનારને પોલીસે કુરિયર બોય બનીને પકડી પાડ્યો
  • આરોપીનું લોકેશન ટ્રેસ નહીં થતા તેના નામનું કુરિયર આવ્યું છે તેમ કહીને રાજસ્થાનમાં મેઈન રોડ પર બોલાવ્યો હતો
  • ડાયમંડ કંપનીના મેનેજરે ઓયોમાં રૂમ અને કોલગર્લના ચક્કરમાં 1.37 લાખ ગુમાવ્યા હતા

ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા ચિન્મય રાણા ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત નવેમ્બરે સાંજે ઉધના દરવાજા પાસે ઉભા હતા ત્યારે તેણે ગુગલ એપમાં ઓયો હોટલ સર્ચ કરી હતી. જેમાં મળેલા મોબાઈલ નંબર પર કોલ કરી રૂમ અને છોકરી બુકીંગ માટે કહ્યું હતું. કોલ રિસિવ કરનાર વ્યક્તિએ ૪૯૯ રૂપિયા રૂમ બુક કરવા માટે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. ગુગલ પે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં દિવ્ય સિંઘે યુવકને સહારા દરવાજા ન્યુ ઓવર બ્રિજના નાકે આવેલી ઓયો હોટલમાં બોલાવ્યો હતો. ત્યાં પહોંચી ફરી તેને કોલ કર્યો હતો. આ સમયે દિવ્યસિંઘે રાણાને વોટ્સએપથી કેટલીક છોકરીઓના ફોટા મોકલ્યા હતાં. રાણાએ તેને જે છોકરી ગમી તેનો ફોટો દિવ્યસિંઘને રી-સેન્ડ કર્યો હતો. ત્યારબાદ સિંઘે જુદા જુદા બહાને 1,36,899 રૂપિયા પડાવી લીધા હતા.

ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ખટોદરા પીઆઈ આર. કે. ધુળિયાએ તપાસ કરતા યુવકને જે નંબરથી કોલ કરાયા એ બધા ડમી હતાં. ત્યારબાદ ઠગના બેંક એકાઉન્ટની તપાસ કરી તેની આઇડી મેળવી તેનું સરનામું મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. તપાસમાં ખટોદરાના એએસઆઈ બિપિનભાઈ, પો.કો.રામસી રબારી અને બ્રિજરાજસિંહ ચાંગોદર જીઆઇડીસી પહોચી અને મોબાઇલ ધારક રવિને ઝડપી લીધો હતો. પરંતુ ચીટીંગ કરનાર પોતે નહીં તેનો ભાઈ ભાવેશ પાટીદાર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેને પકડવા કુરિયર બોય બનીને રાજસ્થાનના ડુંગરપુર પાસે આવેલા ગલીયાણા પહોંચી હતી. અને ત્યાં પાર્સલ આવ્યાની વાત ઘરે કરી અને નંબર મેળવી કોલ કરી મેઈન રોડ પર બોલાવ્યો હતો. પાર્સલ લેવા આવતાની સાથે ભાવેશ અમરજીત પાટીદાર (ઉ.વ.25, રહે.ગલીયાણા, આસપુર, ડુંગરપુર, રાજસ્થાન) ને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડા 60 હજાર કબજે કરાયા હતા.

Most Popular

To Top