SURAT

સુરત મનપાની ઘોર બેદરકારી, સવારે બનાવેલો રોડ બપોરે આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો, જુઓ વીડિયો

સુરત: સુરત મનપાની ઘોર બેદરકારીની એક ઘટના સામે આવી છે. સુરત મનપાએ સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરના તડકામાં આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો હતો. જેના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સવારે બનાવેલો રોડ બપોરે ઓગળી જતા મનપાની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકો આ ઘટના અંગે મનપાએ ભ્રષ્ટાચાર કર્યો છે કે કેમ તેવા સવાલો કરી રહ્યા છે. અંદાજે 200 મીટરનો રોડ ગરમીના કારણે પીગળી જતા સુરતવાસીઓ મનપા સામે સવાલો કરી રહ્યા છે.

  • સુરત મનપાની ઘોર બેદરકારીના આવી સામે
  • સવારે બનાવેલો એપ્રોચ રોડ પીગળી ગયો
  • બપોરે ભર તાપમાં રોડ પીગળી ગયો
  • રોડ પીગળતા વાહનચાલકોને થઈ મુશ્કેલી
  • ડામર રોડ બનાવટમાં ભ્રષ્ટાચાર થયો કે કેમ તે અંગે ઉભ થયા સવાલો
  • આશરે 200 મીટર જેટલો બન્યો છે રોડ

મળતી માહિતી અનુસાર આજે સવારે અડાજણ જિલાની બ્રિજ પાસે ડામરનો રોડ પીગળી ગયો હતો. રોડ પીગળવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે ગરમીના કારણે રોડ પરનું ડામર જાણે આઈસ્ક્રીમની જેમ પીગળવા લાગ્યું હતું. જેના કારણે વાહનચાલકોએ મનપાની ઘોર બેદરકારી ગણાવી હતી. અને મનપાએ ભ્રષ્ટાચાર કર્યો છે કે કેમ તેવા પણ સવાલો કર્યા હતો. ગરમીના કારણે રોડ પીગળ્યો હોવાનો પ્રથમ અનુમાન લોકો દ્વારા લગવવામાં આવી રહ્યું છે. જો કે આ ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ મનપાએ આ ઘટના અંગે સમગ્ર જાણકારી હતી.

રોડ પીગળ્યો નથી, આ તો વરસાદ પહેલાની કામગીરી છે!
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર રોડ પીગળ્યો હોવાની વાત ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું સુરતમાં 38 ડિગ્રી તાપમાન છે એટલે કે ગરમી તો છે. પરંતુ રોડ પીગળવાનું આ કારણ નથી. ગઈ કાલે રાત્રે જે-જે એરિયામાં રોડ તૂટવાની શક્યતાઓ છે તેમજ બ્રિજના એપ્રોચ રોડ છે અને સર્કલો પર કોટિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રોડના કોટિંગ માટે જે કામ અને સામગ્રીની જરૂર છે તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ વરસાદ પહેલાની પૂર્વ તૈયારીનો એક ભાગ છે. જ્યાં ડામરના રોડ પર કોટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

આજ રાત સુધી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી જ વરસાદના પૂર્વ તૈયારીના ભાગ રૂપે કોટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેનું કામ આજે રાત સુધી પૂર્ણ થઈ જશે. માત્ર આજના દિવસે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે, જો કે મંગળવારની રાત સુધી આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. રાત્રે જ્યારે ડામર ઠડું પડી જશે ત્યારે તેના પર રોલ ફેરવી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે મનપા તકેદારીના ભાગ રૂપે વરસાદ પહેલાની કામગીરી પર ધ્યાન આપી રહી છે. જેના કારણે જો વરસાદ પડશે તો રસ્તાને થોડું ઓછું નુકસાન પહોંચશે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે રોડ પીગળવાની ઘટના બન્યા બાદ મનપાએ રોડ કોટિંગની કામગીરી સ્પીડમાં કરી દીધી હતી. જેના કારણે રોડ પર ધૂળ ઉડી જોવા મળી રહી છે. મનપાની બેદરકારીના કારણે વાહનચાલકો ઘણો મુશ્કેલીમાં મુકાયા હતા.

Most Popular

To Top