SURAT

પતિએ બે સંતાનના DNA ટેસ્ટ કરાવ્યા અને તેના હોશ ઉડી ગયા સુરતનો કિસ્સો

સુરત: (Surat) દસ વર્ષના લગ્નજીવનના સંબંધો બાદ પત્ની સામે દુષ્કર્મનો (Abuse) ગુનો દાખલ કરવા માટે યુવાન દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે. આ મામલે પત્નીએ પોતાના પહેલાં લગ્ન (Marriage) છુપાવીને યુવાન સાથે લગ્ન કરી લીધાં હતાં. યુવાનને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાને કારણે તેણે પોતાના બે દીકરાનો ડીએનએ ટેસ્ટ (DNA Test) કરાવ્યો હતો. તેમાં એક દીકરો અન્યનો હોવાનું બહાર આવ્યું છે.

  • બેવફા પત્ની: પતિએ બે સંતાનના ડીએનએ કરાવતાં એક સંતાન અન્યનું નીકળ્યું
  • ડીએનએ તપાસ કરાવતાં હકીકત બહાર આવી હોય તેવો પ્રથમ કિસ્સો
  • સુરતના યુવાન સાથે પત્નીનો વિશ્વાસઘાત, પત્નીએ પોતાના પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત બહાર આવી

દેશમાં અને શહેરમાં વડોદરાની સંસ્થા સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિત પુરુષોને ન્યાય અપાવવાનું કામ કરે છે. તેમણે આ રસપ્રદ કિસ્સા મામલે યુવાનને મદદ કરી છે. તેમાં ડીએનએ રિપોર્ટમાં દીકરો પોતાનું નહીં હોવાનું બહાર આવવા છતાં પોલીસે પત્ની પર દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો ન હતો. આથી આવતી તા.11મીએ કોર્ટ દ્વારા ફાઇનલ હિયરિંગ કરવામાં આવશે.

પ્રથમ વખત કોર્ટનાં પગથિયાં પર ચાલેલા આ પ્રકારના કેસમાં સુરતના 37 વર્ષીય યુવાનને તેની પત્નીના ચરિત્ર્ય પર શંકા જતાં તેણે સોશિયલ મિડીયામાં તથા તેના અન્ય કોન્ટેક્ટની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેની પત્નીએ અગાઉ લગ્ન કરી લીધાં હતાં. પત્નીના પરિવારજનો દ્વારા આ વાત છુપાવવામાં આવી હતી. દરમિયાન પોતાના બે દીકરાના ડીએનએ ચેક કરાવતાં તેમાંના એક દીકરાનો ડીએનએ મળતો નહીં આવતાં પતિએ પત્ની પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવા માટે મેડિકલ પુરાવા પોલીસને આપ્યા હતા. અલબત્ત, પોલીસ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી નહીં કરાતાં આ મામલો હાલમાં કોર્ટમાં ચઢ્યો છે.

કતારગામમાં કિશોરી સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર ઝડપાયો
સુરત : કતારગામ ખાતે રહેતી કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર ભેટેલા યુવકે સાથે ફોટો પાડી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. કતારગામ પોલીસે આરોપીને તેના વતન ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા ખાતે રહેતો 22 વર્ષીય જયદીપ કતારગામ ખાતે રહેતી અને ધોરણ11 માં અભ્યાસ કરતી 15 વર્ષની કીશોરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પછી પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને ફરવા ગયા ત્યારે જયદીપે બંનેના સાથે ફોટો લઈ લીધા હતા. અને બાદમાં કિશોરીના ડરાવી ધમકાવી શારીરીક અડપલા કરી નગ્ન તથા અર્ધનગ્ન ફોટા પાડી તથા વિડીયો બનાવી લીધા હતા.

કિશોરીને વિડીયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ત્રણ વખત બળાત્કાર કર્યો હતો. જો તેમ ન કરે તો તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જયદિપ એક દિવસ કિશોરીના ઘરે પહોંચી ગયો હતો અને તેના પિતાને મને તમારી દિકરી આપો નહિતર તમને બધાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બાદમાં આરોપી જયદીપ ઉર્ફે અજય રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૨૧ ધંધો- હિરા મજુરી રહે. હનુમાનપરા, જેસર ગામ, તા-જેસર, જી- ભાવનગર) ને વતનથી ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top