Vadodara

રૂ. 5.35 કરોડ બાકી પીએફ ભરી દેવા તાકીદ

વડોદરા: 10મી માર્ચ 2023 ના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય પીએફ કમિશ્નરે કડક ચુકાદો આપીને 5 કરોડ,35 લાખ, એક હજાર બસો છન્નું રૂપિયા 5,35,01,296 બાકી પીએફ ભરી દેવાની તાકીદ કરી છે.અને લેખિતમાં નવ પાનાંનો આદેશ આપ્યો છે.યુનિવર્સીટીના સત્તાધીશો જે નઘરોળ તંત્ર ચલાવી રહ્યા છે તેની આબરૂના ધજાગરા ઉડ્યા છે.એમ એસ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારના મંત્રાલયે ઉઘડો લીધો છે.હવે જો યુનિવેર્સિટી ટ્રિબ્યુનલ CGITમાં આની સામે જાય તો પણ 70 ટકા રૂપિયા પહેલા ભરીને જ કેસ દાખલ કરી શકાય.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ જમા નહીં કરાવવાનો કર્મચારી વિરુદ્ધનો સત્તાધીશોનો માફ ન કરી શકાય તેવા ગુનાને સરકારે ઠીક કર્યો છે.પેન્શન વિનાના હજારો કર્મચારીના ઘડપણની લાકડી સમાન પીએફ ના લાભથી વંચિત રાખવાનું યુનિવર્સિટીનું કાવતરું આખરે કેન્દ્ર સરકારે પકડી પાડ્યું છે.આ કેસ છેલ્લા સાડા ત્રણ વર્ષ થી ચાલતો હતો.જેમાં સેનેટ મેમ્બર કપિલ જોષીએ આશરે બધી જ મુદત માં હાજરી આપી હતી. બુસા ના પ્રતિનિધિ હર્ષદ શાહ અને પ્રતાપરાવ ભોયટેએ પણ સાથ સહકાર આપ્યો હતો.રોજગાર-શ્રમ મંત્રાલયના આ ચુકાદાથી કર્મચારીમાં સંતોષ અને આનંદ ની લાગણી છવાઈ ગઈ છે.

એમએસયુના સત્તાધીશોએ પીએફ કમિશનર સામે 40 કરતાં વધુ મુદત માંગી હતી છતાં પણ રજૂ કરેલ દસ્તાવેજો એવા હતા કે જેથી કર્મચારીને પીએફ ના રૂપિયા 70 ટકા જ મળે. નિમણૂક પત્રો પગારપત્ર પગાર સ્લિપ શુદ્ધા શંકાસ્પદ હતા.પગારમાં 70 ટકા ગણીને પીએફ છેવટે રજૂ કરવો પડ્યો એ પણ કમિશ્નરશ્રીએ અને એરિયા એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈન્સ્પેક્શન કરી દસ્તાવેજો ચકાસીને સુધાર્યું કે 100 ટકા ના આધારે જે ગણી શકાય.આ આદેશથી યુનિવર્સીટીના પ્રત્યેક કર્મચારીને આશરે સરેરાશ 60,000 થી 85,000 હજાર પગાર ધોરણ પ્રમાણે કર્મચારીને પીએફના લાભ થશે અને આ તો હજી કર્મચારીને જ્યારથી નિમણૂક થઈ છે.

ત્યારથી હકદાર રહેશે અને રિટાયર થયેલા કર્મચારીને પણ મળવા પાત્ર છે.હજી આ તારીખ થી લાભ મળનાર કર્મચારીઓની ફરીથી તપાસ થશે.ગરીબ કામદારો – કર્મચારીની તરફેણમાં સત્તાધીશોની પ્રત્યેક દલીલોને પીએફ કમિશ્નરશ્રી એ અને એરિયા એન્ફોર્સમેન્ટ ઓફિસર નકારી નાખી હતી.હકીકતે યુનિવર્સીટીના સત્તાધ્ધિશો કોઈ પણ ભોગે કર્મચારીઓને પીએફનો લાભ આપવા માંગતી જ ન હતી તેથી મુદત પે મુદત નો ખતરનાક ખેલ ખેલતી હતી છતાં શ્રમ અને રોજગાર મંત્રાલયના પીએફ કમિશ્નરે કોઈ પણ દબાણમાં આવ્યા વિના કામદાર તરફી નિર્ણય લઈ છેલ્લે મુદત નહીં ચુકાદો જ આપી દીધો હતો.

અગાઉના પીએફની પણ તપાસ થશે તો રકમ વધશે
કેસ દરમિયાન એકાધિકાર યુનિવર્સીટી રજિસ્ટ્રાર કેસને ગુચવવા જાતજાતના ગતકડા કર્યા હતા.પરંતુ પીએફ અધિકારીઓ એ ઝીણામાં ઝીણી તપાસ કરીને એમની તમામ દલીલોને ફગાવી દીધી તેમજ યુનિવર્સીટી સત્તાધીશોની પીએફ આપવાની જવાબદારીમાંથી ભાગી છૂટવાની વૃતિને આદેશમાં ઠેક ઠેકાણે પર્દાફાશ કરી છે. ઓર્ડરમાં વારંવાર એકજ વાત દોહરાવી છે કે આ યુનિવર્સીટી ગરીબ કામદારોને અન્યાય કરી રહી છે. સાથોસાથ એ પણ જણાવ્યુ હતું કે હજુ આ 5 કરોડ,35 લાખ,1 હજાર 296 રૂપિયા તો ફેબ્રુઆરી 2017 થી નવેમ્બર 2019 ,2 વર્ષ 9 મહિના 29 દિવસ સુધીનું જ પીએફ છે.જો હજુ પણ બીજી અગાઉના પીએફની પણ તપાસ થશે અને રકમ વધી શકશે. છેતરપિંડી કરનાર સત્તાધિશો ગુનેગાર છે.

હુ હજી એમની પીએફ ચોરીને પડકારવાનો છું
દિવસ રાત એ લોકો યુનિવર્સીટી માટે કામ કરે છે.ત્યારે એમની સાથે આવી છેતરપિંડી કરનાર સતાધીશો ગુનેગાર છે હું હજી એમની પીએફ ચોરીને પડકારવાનો છું. આ તો હજુ ટ્રેલર છે, પૂરા પીકચર બાકી હે જેવો ઘાટ છે.આવો ચુકાદો આપનાર, એ માટે પરિશ્રમ કરનાર, કોઇની શેહશરમમાં ન આવનાર સવે પીએફ કચેરીના અધિકારીઓનો હું આભારી છું અને એમને કામદારો પ્રતિ ન્યાય આપવા બદલ અભિનંદન આપું છું.આશા રાખીએ કે આ કડક ચુકાદા પછી યુનિવર્સીટીની સાન ઠેકાણે આવે અને ઝડપ ભેર કર્મચારીઓના પરસેવાની કમાણી જેવા નાણાં ત્વરિત ભરી દે અને પુન : ખોટા દસ્તાવેજો રજૂ કરી યુનિવર્સીટીની છાપ ન બગાડે. -કપિલ જોષી, સેનેટ મેમ્બર

Most Popular

To Top