અનાવલ: (Anaval) મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ (Ukai) ડાબા કાંઠા કેનાલમાં મહુવરિયા ખાતે પાણી પીવા આવેલી નીલગાય (Nilgai) નહેરમાં (Canal) પડતાં ફસાઈ ગઈ હતી. ત્યારે એનિમલ સેવિંગ ગ્રુપ (Animal Saving Group) તેમજ વનવિભાગ અને મહુવરિયાના સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કરી બચાવી માનવતાની મહેક પ્રસરાવી છે.
- દક્ષિણ ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતી નીલગાયનું મહુવરિયામાં રેસ્ક્યુ
- પાણી પીવા આવેલી નીલગાય નહેરમાં પડતાં ફસાઈ ગઈ હતી
મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં કાળઝાળ ગરમીમાં પાણી પીવા આવેલી નીલગાય યેનકેન પ્રકારે નહેરમાં ફસડાઈ પડી હતી. પાણીના વહેણ વચ્ચે નીલગાય બહાર નીકળી શકે એમ ન હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ મહુવરિયા ગામના યુવાનો અને એનિમલ સેવિંગ ગ્રુપ અને વનવિભાગના સભ્યોએ આવી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી નીલગાયને બહાર કાઢી હતી. નહેરમાં પડવાથી ઇજા પામેલી નીલગાયને વનવિભાગ દ્વારા આરોગ્ય સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. સારવાર આપી દેખરેખ હેઠળ નીલગાયને જંગલમાં છોડવાની તજવીજ આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં નીલગાય જવલ્લે જ જોવા મળતી હોય ત્યારે આ નીલગાય અહીં કેવી રીતે પહોંચી? અને આ વિસ્તારમાં કેટલી સંખ્યામાં નીલગાયની વસતી છે? એ તપાસનો વિષય છે.
મીંઢોળા નદી કિનારે હજારોની સંખ્યામાં મળી આવેલા સંજીવની દૂધનાં પાઉચ પ્રકરણમાં
વ્યારા: વાલોડના તીતવા ગામની સીમમાં મીંઢોળા નદી કિનારેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા સંજીવની દૂધ ભરેલી હજારો કોથળીઓ મળી આવી હતી. અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ પ્રાયોજના વહીવટદાર હરકતમાં આવ્યા છે. કહેવાય છે કે, આ પ્રકરણની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપી છે. પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, આઇસીડીએસનાં અધિકારી તન્વી પટેલે આ દૂધની કોથળીઓ પ્રાથમિક શિક્ષણ વિભાગનાં બાળકોને અપાતી કોથળીઓ હોવાની બાબતને સીધું સમર્થન આપ્યું છે. બીજી તરફ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રારંભિક તબક્કે જ પોતાનું દૂધ હોવાનું નકારી આ અંગે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છતાં તેમને જ તપાસ સોંપાઈ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ દૂધની કોથળીઓ તપાસી પણ આ દૂધ પ્રાથમિક શાળાનાં બાળકોને અપાતા દૂધની કોથળી છે કે કેમ ? હાલ પ્રથમ તબક્કે તે બાબતને જ સ્વીકારવા તૈયાર નથી. આવા સમયે સંજીવની દૂધનો આ ખર્ચ સરકારી તિજોરીમાં નાંખવામાં આવ્યો હશે કે કેમ ? બાળકોના નામે દૂધની ફાળવણી થયા પછી દૂધ બગડતા સરકારી આંકડા દર્શાવી તેનો જથ્થો બારોબાર વગે કરી દેવાયો? આવા અનેક પ્રશ્નો વણઉકેલ્યા રહે એ પહેલાં કલેક્ટર આ સમગ્ર કથિત ગુનાહિત પ્રકરણમાં પોલીસ ફરિયાદના આદેશ કરે એ જરૂરી છે. નહીં તો તપાસ ચાલુ હોવાની કેસેટના નામે ભ્રષ્ટાચારીઓ આબાદ છટકી જશે, તેમાં શંકાનું કોઇ સ્થાન નથી.