સુરત: (Surat) ડીંડોલી વિસ્તારમાંથી ધોરણ 7માં ભણતી 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં (Love Affair) ભોળવી યુવક બેંગ્લોરથી આવીને સ્કૂલની (School) બહારથી ભગાવી ગયો હતો. બેંગ્લોરમાં સગીરા (Minor) સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડિંડોલી પોલીસની ટીમે આરોપીને બેંગ્લોરથી પકડી પાડ્યો હતો.
- ડિંડોલીમાં ધોરણ-7 ની વિદ્યાર્થીનીને બેંગ્લોરનો યુવક સ્કુલની બહારથી ભગાડી લઈ ગયો
- ડિંડોલી પોલીસે આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડ્યો અને સગીરાને પરિવારને સોંપી
ડિંડોલી વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરા ધોરણ 7માં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા તે જે એપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યાં રાજેશ સોમનાથ યાદવ નામનો યુવક રહેતો હતો. ત્યારે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવકે સગીરા સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવક બેંગ્લોર તેના બનેવીને ત્યાં જતો રહ્યો હતો અને બનેવીની મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. દરમિયાન સગીરા સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતો હતો. ગત 28 ફેબ્રુઆરીએ સગીરાને બેંગ્લોરથી આવીને સ્કુલની બહારથી ભગાવી ગયો હતો. ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ડિંડોલી સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે તપાસ કરતા બાતમીના આધારે આરોપી રાજેશ સોમનાથ યાદવ (ઉવ.21, રહે- પ્લોટ નંબર 100 દીપકનગર નવાગામ ડીંડોલી તથા મુળ કરંડા, ગાજીપુર, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ સગીરા સાથે બેંગ્લોરમાં પણ બળજબરી શરીર સંબંધ બાંધ્યા હતા. પોલીસે આરોપીને પકડી અને સગીરાને તેના પરિવારને સોંપી હતી.
લક્ષ્મી વિલાસમાં અરોમા ધ બ્યુટી સ્પાની આડમાં કુટણખાનુ પકડાયું
સુરત: સિનેમા રોડ પર આવેલા અરોમા ધ બ્યુટી સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી સંચાલકની ધરપકડ કરી દુકાન ભાડે રાખનાર માલીક અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ક્રાઈમ બ્રાંચ મીસીંગ સેલની ટીમને સિનેમા રોડ પર ટોરેન્ટ પાવર પાસે લક્ષ્મીવિલાસમાં અરોમા ધ બ્યુટી સ્પામાં દેહવેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા ત્યાં ચાર કેબીન બનાવી હતી. કાઉન્ટર ઉપર હાજર વ્યક્તિનું નામ પુછતા રવિકાંત હરેકૃષ્ણા જેના (ઉ.વ.46, રહે.ગણેશ રેસીડેન્સી, સાયણ) હોવાનું અને પોતે સ્પામાં સંચાલક તરીકે નોકરી કરે છે. રામુ નામનો વ્યક્તિ તેને લલના અને મોબાઈલની સુવિધા પુરી પાડે છે. ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા ઓનલાઈન અથવા રોકડા લઈને શરીરસુખની સુવિધા આપતા હતા. કાઉન્ટર ટેબલ ચેક કરતા ક્યુઆર કોડ સ્કેનર મળી આવ્યું હતું. દુકાન ભાડે રાખનાર માલીક સંજયકુમાર ઘનશ્યામભાઈ પટેલ અને સપ્લાયર રામુને વોન્ટેડ જાહેર કરાયા છે.