SURAT

છોકરાની જેમ રહેતી સુરતની યુવતીએ આવું કામ કરતા ચકચાર

સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી અને છોકરાની જેમ રહેવાની આદત ધરાવતી યુવતીએ એકાએક જીવન ટૂંકાવી લીધું છે. હીરાનું કામ શીખવા જતી આ યુવતી વનિતાને છોકરાની જેમ કપડાં પહેરવાની તેમજ છોકરાની જેમ જ રહેવાની આદત હતી. કહેવાય છે કે કારખાનામાં કામ પર જવાની હતી પરંતુ નોકરી પર રાખવાની ના પાડી દીધા બાદ વનિતાએ આ પગલું ભર્યું હતું.

  • પાંડેસરામાં રહેતી વનિતા વરાછામાં ડાયમંડના ક્લાસમાં હીરાનું કામ શીખવા જતી હતી
  • કલાસમાં કોર્સ પૂરો થયા બાદ વનિતા નોકરી કરવા માંગતી હતી પરંતુ નોકરી પર રાખવાની કારખાનેદારે ના પાડી દીધી હતી
  • નોકરી નહીં મળતા વનિતાએ આવું પગલું ભર્યું હોવાની ચર્ચા

નવી સિવિલ હોસ્પિટલ અને પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં વનિતા નરેશ નાયક (ઉ. વર્ષ 19 વર્ષ) પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં દાદા-દાદી-મોટી બહેન અને નાનો ભાઈ સાથે તેણી રહેતી હતી તેના પિતાનું પહેલા જ અવસાન થઈ ગયું હતું. રવિવારે બપોરે બે થી 4 વાગ્યા દરમિયાન વનિતાએ પોતાના રૂમમાં જઈને રૂમ અંદરથી બંધ કરીને છત પંખા સાથે સાડી બાંધીને તેની પર લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

વનિતા છેલ્લા કેટલાક મહિનાથી વરાછામાં ડાયમંડ ક્લાસમાં હીરાને લગતું કામ શીખવા જતી હતી. રવિવારે તેના ક્લાસનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ તે એક હીરાના કારખાનામાં નોકરી માટે જવાની હતી પરંતુ કારખાનામાં તેને નોકરી પર રાખવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણીએ આ પગલું ભર્યું હતું. તેના મોત પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી.

લગ્નના આઠ વર્ષ બાદ પણ સંતાન નહીં થતા પતિએ આવું પગલું ભર્યું
સુરત: લગ્નના આઠ વર્ષ બાદ પણ સંતાન નહીં થતાં પાંડેસરાની કર્મયોગી સોસાયટી-2માં રહેતા 32 વર્ષીય યુવકે જીવન ટૂંકાવી લીધું છે. નવી સિવિલ હોસ્પિટલ અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરામાં કર્મયોગી સોસાયટી વિભાગ-2માં દિગંબર ચુડામણ પાટીલ(32 વર્ષ) પત્ની સાથે રહેતા હતા. તેઓ પાંડેસરા વિસ્તારમાં પાવરલુમ્સના ખાતામાં નોકરી કરતા હતા જ્યારે તેમની પત્ની વેસુ વિસ્તારમાં ઘરકામ કરવા માટે જતી હતી. તેમના લગ્નના આઠ વર્ષ થઈ ગયા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થઇ શક્યુ ન હતું અને આ બાબતથઈ બંને ખૂબ જ દુ:ખી હતાં. દરમિયાન દિગંબર પાટીલ નિત્યક્રમ પ્રમાણે કામ ઉપર ગયા હતાં. જો કે, ઘરે અગત્યનું કામ હોવાનું કહી તેઓ કારખાનેથી ઘરે આવી ગયા હતા. તે સમયે તેમની પત્ની ઘરકામ કરવા વેસુ ગઇ હતી. તેમણે એકલતાનો લાભ લઇને ઘરમાં પંખા સાથે દોરી બાંધી તેની પર લટકી જઈ જીવન ટૂંકાવી લીધું હતું.

Most Popular

To Top