વડોદરા : શહેરીજનો વ્યાજખોરની દુષણમાં ફસાય તે માટે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પીઆઇ અને એક એસીપી કક્ષાના અધિકારીએ ‘ખપ્પર’ નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી. લોકોને વ્યાજોરોના જાળમાં ન ફસાવા તથા કોઇ વ્યાજ કરતા વધુ રૂપિયાની માગણી કરતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવા તેઓએ જાતે કલાકારની ભૂમિકા નિભાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
શહેરમાં વલતા લોકોમાં વ્યાજના દુષણ અંગે જાગૃતિ આવે અને તેઓ વ્યાજના હવનમાં ન હોમાઇ જાય તે પોલીસ વિભાગમાં ફરજા બજાવતા કેટલાક અધિકારી દ્વારા ‘ખપ્પર’ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં અધિકારીઓએ જાતે પોતાની અંદર રહેલી કલાકારની ભૂમિકાને ઉજાગર કરી લોકોને વ્યાજ ખોરીની દૂષણ અંગે જનજાગૃત ફેલાવી હતી. પોલીસ અધિકારીઓ અલગ અલગ પ્રકારના રોલ ભજવ્યા છે. જેમાં છગનભાઇ (પીઆઇ એસ એમ સગર) દ્વારા મધ્ય વર્ગના પાંચ દીકરીઓના પિતા બન્યા હતા અને જેમાં તેમને બે દીકરીઓને જેમ તેમ કરી ને પરણાવી પરંતુ ત્રીજી દીકરીનું લગ્ન કરવા માટે પરિસ્થિતિ ન હતી.
જેથી તેમણે બે સગા સંબંધીઓ સાથે રૂપિયાની માગણી કરી ચૂક્યા છે. પરંતુ કોઇએ મદદ ન કરતા તેઓ હતાશ થઇ જાય છે અને આખરે વ્યાજનો ધંધો કરતા ગબ્બરસિંગ બાપુ નામના વ્યાજખોર (એમ બી રાઠોડ) પાસે નિમયિત વ્યાજ ચૂકવવાની વાયદો આપીને 10 લાખ રૂપિયા મેળવે છે. તેઓ 10 લાખના બદલામાં વ્યાજખોરને 20 લાખ વસૂલી લીધા હોવા છતાં વધુ રૂપિયાની માગણી કરતા હોવાથી કંટાળીને આપઘાત કરવા માટે જાય ત્યારે ત્રિભોવન કાકા (એસીપી એમ પી ભોજાણી) આવે છે તેઓ છગનભાઇને માર્ગદર્શન આપીને સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પાંડે સાહેબ (પીઆઇ એમ એન શેખ) પાસે મોકલે છે. તેઓ તેમની પાસે જઇને વ્યાજખોર ગબ્બર બાપુ તેમને તથા પરિવારને મારી નાખવાની ધમકી આપીતા વ્યાજખોર ગબ્બરબાપુ સામે કાર્યવાહી કરવા ફરિયાદ આપે છે. જેના બાદ પોલીસ એક્શનમાં આવે છે અને વ્યાજખોરને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે.
શોર્ટ ફિલ્મમાં કોને શુ રોલ મળ્યો
પ્રેરણા : પોલીસ કમિશનર : ડો. શમશેરસિંઘ
નિર્દેશક : મનોજ નિનામા (જેસીપી)
માર્ગદર્શન : પન્ના મોમાયા ( ડીસીપી ઝોન -4)
સામાજીક કાર્યકર : ત્રિભોવનભાઇ (એમ પી ભોજાણી એસીપી)
ભોગ બનનાર : છનગભાઇ (એસ એમ સગર) સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ, શાહુકાર ગબ્બરસિંગ (એમ બી રાઠોડ), સમા પોલીસ સ્ટેશનના પીઆઇ, પોલીસ ઇન્સ્પેક્ટર પાડે સાહેબ ( એમ એન શેખ સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ)