નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના (West Bengal) સિલીગુરીમાં (Siliguri) ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજેંસીની (DRI) ટીમે ‘ઓપરેશન ઇસ્ટર્ન ગેટવે’ના અભિયાન હેઠળ 14 કરોડ રૂપિયાની કિંમતનુ 24.4 કિલો સોનુ (Gold) પકડ્યું છે. નાણાં મંત્રાલયે આ વિશેની જાણકારી આપતા કહ્યું હતું કે,બાંગ્લાદેશ,ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ ખાતે ચાલી રહેલ સિંડિકેટ બાંગ્લાદેશથી ભારતમાં સ્મગલિંગ (Smuggling) કરી રહી છે. આ સૂચનાને આધારે રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) એક્ટિવ થયું હતું અને તેમની ટીમ દ્વારા શરુ કરાયેલા અભિયાન અંતર્ગત કુલ આઠ લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે.
સ્મગ્લ કરેલું સોનું ખૂબ જ યુક્તિથી સંતાડવામાં આવ્યું હતું
ડીઆરઆઈ દ્વારા પકડવામાં આવેલું સોનાના બિસ્કિટોને સ્મગ્લરો ખુબ જ યુકિત પૂર્વક સંતાડીને સાથે લઇ આવ્યા હતા. વધુમાં ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલા સોનાની માર્કેટમાં કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. આ સોનાનો કુલ જથ્થો 24.4 કિલો છે. ડીઆરઆઈએ કહ્યું કે આરોપીઓએ વાહનોમાં લાવવામાં આવેલા સોનાને પટ્ટીઓના રૂપમાં વાળી દીધું હતું અને તે છુપાવીને લઇ આવ્યા હતા. તેમજ આ પટ્ટીઓ પહેરવામાં આવતા ખાસ તૈયાર કરેલ કમર પટ્ટામાં છુપાયેલા હતા.
દાણચોરીની સિંડિકેટ બાંગ્લાદેશ, ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં સક્રિય
દાણચોરીની સિંડિકેટ બાંગ્લાદેશ, ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં સક્રિય છે. આ મામલા અંગે ડીઆરઆઈના અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અમે દાણચોરીના આખા રેકેટનો પર્દાફાશ કરવા માટે પહેલા ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ‘ઓપરેશન ઈસ્ટર્ન ગેટવે’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ સમગ્ર અભીઅયંમાં બાંગ્લાદેશ, ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળની એક સિન્ડિકેટ ત્રિપુરા, ભારત એમ ચાર જગ્યાએ થી ભારતમાં જંગી માત્રામાં સોનું આવી રહ્યું છે જેને આધારે અમે બાંગલાદેશની સરહદ ઉપર સતત વોચ રાખી રહ્યા હતા.
આઠ ઠાંગોને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા
દાણચોરીની સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવા માટે ભારત-બાંગ્લાદેશ સરહદે પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં વિવિધ સ્થળોએ DRI ટીમો તૈનાત કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સિન્ડિકેટના આઠ લોકોની ઓળખ કરવામાં આવી હતી અને ત્રણ સ્થળોએ એક સાથે અને સારી રીતે સંકલિત ઓપરેશનમાં, તમામ આઠ લોકોને રંગે હાથે પકડવામાં આવ્યા હતા તેવું અધિકારીએ જણાવ્યું હતું.
4 બદમાશો પાસેથી 90 સોનાની પટ્ટીઓ મળી આવી
આ અભિયાનમાં દાણચોરી કરી રહેલા ચાર બદમાશો પાસેથી કુલ 90 જેટલી સોનાની પટ્ટીઓ મળી આવી હતી. સિલિગુડીની ટીમે પશ્ચિમ બંગાળના દાલખોલા રેલ્વે સ્ટેશન પર આસામના બદરપુર જંક્શનથી સિયાલદહ જતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચાર લોકોને પકડી લીધા હતા અને તેમની પાસેથી 10.66 કરોડ રૂપિયાની કિંમતના 18.66 કિલો વજનના 90 સોનાના બાર જપ્ત કર્યા હતા. આ તમામ પટ્ટીઓ તેઓ ખાસ રીતે તૈયાર કરેલ કમર બેલ્ટમાં છુપાવીને લાવ્યા હતા.