National

દિલ્હીથી મુંબઈ એક્સપ્રેક્સ-વેથી જાણો શું બદલાશે, આટલા કલાકોમાં જ પહોંચી જશો દિલ્હીથી જયપુર

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે બહુપ્રતિક્ષિત દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસવેના (Expressway) પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કરશે. 1,386 કિમી લાંબા એક્સપ્રેસવે પ્રથમ ચરણ 246નો કિલોમીટર લાંબો છે. દિલ્હી-દૌસા-લાલસોટની વચ્ચેનો આ ભાગ દિલ્હીથી જયપુરની (Delhi Jaipur) યાત્રાને અત્યંત સરળ કરી દેશે.આ હાઇવે બની ગયા બાદ દિલ્હીથી જયપુરની પાંચ કલાકની મુસાફરી માત્ર સાડા ત્રણ કલાકમાં જ પૂર્ણ થઇ જશે. હવે આ હાઇવેને ઉપયોગ કર્તાઓ માટે ખુશીના સમાચાર રવિવારે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવનાર એક્સપ્રેસવેના ઉદ્ઘાટનની સાથે જ મળી જશે.

આ એક્સપ્રેસ વે પૂરો થયા બાદ દિલ્હીથી મુંબઈની મુસાફરીનો સમય 24 કલાકથી ઘટાડીને 12 કલાક થઈ જશે. આ ઉપરાંત એક્સપ્રેસ વે વચ્ચે આવતા શહેરો વચ્ચેનું અંતર ખુબજ સરળ બની જશે.

આ એક્સપ્રેક્સ વેની ખાસિયતો વિશે આપણે જાણી શું
રવિવારે ઉદ્ઘાટિત થાનારા આ એક્સપ્રેક્સ વે વિશે આપણે જાણીશું. આ સાથે જ તેના નિર્માણમાં કેટલો ખર્ચ આવ્યો છે ?અને આ હાઇવે સામાન્ય જનતા માટે ક્યારે ખુલ્લો મુકવામાં આવશે ? તેને લઇને પણ જનતામાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને તેની વિશેષતા વિશે પણ જાણવી દઈએ.

આ એક્સપ્રેસ વે કેટલા ખર્ચે બનાવવામાં આવશે?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરિયોજનાનું શિલાન્યાસ 9 માર્ચ 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું અંતર 246 કિલો મીટર છે. દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થઈ જશે. આ સિવાય સરકારે સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને મોટો વેગ આપવાનો દાવો પણ કર્યો છે. સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો 1,386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે રૂ. 98,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

શું છે આ એક્સપ્રેસ વેની વિશેષતા?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી વધારશે. આ એક્સપ્રેસ વે 93 PM ગતિ શક્તિ ટર્મિનલ, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક તેમજ આગામી ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા કે જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટને પણ જોડશે.

આ ઉપરાંત દિલ્હી,હરિયાણા, રાજસ્થાન,મધ્યપ્રદેશ,ગુજરાત અને મહારાષ્ટ્રના છો રાજ્યોમાંથી પસાર થતો આ એક્સપ્રેક્સ વે જયપૂર,કિશનગઢ,અજમેર,ચિતોડઘડ,ઉદયપુર,ભોપાલ,ઇન્દોર,અમદવાદ,વડોદરા અને સુરત જેવા આર્થિક કેન્દ્રોની કનેક્ટિવિટીમાં પણ સુધાર લાવશે.કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણમાં 25,000 લાખ ટન ડામરનો વપરાશ થશે, જ્યારે 4,000 થી વધુ પ્રશિક્ષિત સિવિલ એન્જિનિયરો કામ દરમિયાન રોકાયેલા છે. આ સાથે 24 કલાકમાં સૌથી વધુ PQC અને 100 કલાકમાં સૌથી વધુ ડામરનો વિશ્વ રેકોર્ડ પણ સામેલ છે.

એક્સપ્રેસવે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો આધુનીકે હાઇવે
એક્સપ્રેસવે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો એવો છે કે જ્યાં વન્યજીવોની અવિરત અવરજવર માટે અંડરપાસ છે. તેમાં 3 વન્યજીવ અને 5 એર બ્રિજ ઓવરપાસ પણ હશે જેની કુલ લંબાઈ 7 કિમી હશે. એક્સપ્રેસ વેમાં બે મોટી 8-લેન ટનલનો પણ સમાવેશ થશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિવિધ જંગલો, ખેતીની જમીન, પર્વતો, નદીઓ જેવા વિવિધ પ્રદેશોમાંથી પસાર થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તરો માટે હાઇવેના રસ્તાઓ માટે પેવમેન્ટ ડિઝાઇન અપનાવવામાં આવી છે.

Most Popular

To Top