સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) 17 વર્ષની દિકરી ગાંધીનગરમાં થોડા મહિના પહેલા નેશનલ ગેમ્સમાં (National Games) રમવા માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મહેસાણાથી આવેલા ખેલાડી સાથે થતા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કિશોરીને પેટમાં દુ:ખાવો થતા તેના પિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ચાર માસનો ગર્ભ હોવાની જાણ થતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને મહેસાણાથી આવેલા આ ખેલાડી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
- ગાંધીનગર નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની 17 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
- સોફ્ટ બોલની ખેલાડીને મહેસાણાથી આવેલો ખેલાડી ભેટી ગયો અને મિત્રતા કરી શરીર સંબંધ બાંધ્યો
- કિશોરીને પેટમાં દુ:ખાવો થતા સિવિલમાં તપાસ કરતા ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પુત્રી 17 વર્ષીય પ્રાચી (નામ બદલ્યું છે) જુનાગઢ ખાતે સ્કુલમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. થોડા મહિના પહેલા ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ ચાલતી હતી. ત્યારે આ કિશોરી ત્યાં શોફ્ટ બોલની ખેલાડી તરીકે ગુજરાત ટીમમાંથી ગઈ હતી. ત્યાં મહેસાણાથી પ્રકાશભાઈ ઠાકોર નામનો ખેલાડી પણ ત્યાં આવ્યો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થતા તેઓ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં જ તેમણે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંને સોશિયલ મિડીયા ઉપર કોન્ટેક્ટમાં હતા.
દરમિયાન થોડા દિવસ પહેલા કિશોરીને પેટમાં દુ:ખાવો થતો હતો. તે સુરત આવી હતી ત્યારે તેના પિતા તેને નવી સિવિલમાં ચેકઅપ કરાવવા લઈ ગયા હતા. ચેકઅપ દરમિયાન તેને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા તેના પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ કિશોરીએ ગાંધીનગરમાં બનેલી ઘટનાની જાણ કરી હતી. જેથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઠાકોરની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
એનએસ ઈન્ડિયા ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
સુરત: સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજીત આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો હજીરામાં એએમ/એનએસ ઈન્ડિયા ટાઉનશીપ, હજીરા ખાતે શનિવારે શુભારંભ થયો છે. આ ટુર્નામેન્ટનો એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના વડા ડો. અનિલ મટૂએ જણાવ્યું હતું કે “અમે એએમ/એનએસ ઈન્ડિયા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ કરાવતાં આનંદ અનુભવીએ છીએ અને તમામ ટીમનું સ્વાગત કરીએ છીએ. અમને આ ટુર્નામેન્ટ યોજવાની તક પૂરી પાડવા બદલ અમે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના આભારી છીએ. મને વિશ્વાસ છે કે ટુર્નામેન્ટમાં ખૂબ જ રોમાંચક ગેમ્સ અને સુંદર ક્રિકેટ જોવા મળશે.”સુરત અને તેની આસપાસના વિસ્તારોની 20 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટના 35 દિવસ દરમ્યાન 47 મેચ રમવામાં આવશે. જેમાં લીગ તબક્કાની 40 મેચનો સમાવેશ થાય છે. એ પછી 4 કવાર્ટર ફાઇનલ્, 2 સેમી-ફાઇનલ્ અને છેલ્લે ફાઇનલ યોજાશે.