સુરત: મંદિરમાં પુજા કરતી વખતે દીવાની ઝાળ સાડી પર લાગતા દાઝી ગયેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને છ દિવસની સારવાર બાદ પણ બચાવી શકાયા નહોતા. 1 ફેબ્રુઆરીના રોજ દાઝેલા વૃદ્ધાનું 6 ફેબ્રુઆરીના રોજ મોત નિપજ્યું છે.
- ડીંડોલીની રાજદીપ સોસાયટીમાં રહેતા 70 વર્ષીય રિદ્ધિબેન ઠાકોરનું મોત
- મંદિરમાં પુજા કરતા હતા ત્યારે દીવાની ઝાળ લાગતા સાડી સળગતા દાઝ્યા હતા
- છ દિવસની સારવાર બાદ પણ વૃદ્ધાને બચાવી શકાયા નહીં
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ડીંડોલીની રાજદીપ સોસાયટીમાં રહેતા 70 વર્ષિય રિધ્ધિબેન સચ્ચિદાનંદ ઠાકોર તેમના પુત્ર સાથે રહીને નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. રિધ્ધિબેન 1 ફેબ્રુઆરીના બપોરના સમયે પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને પૂજા કરી રહ્યા હોય તે સમયે કોઈક રીતે તે દીવો તેણીની સાડી પર અડી જતા સાડીને અથવા શરીર પર આગ લાગી હતી. તેણીને આગ લાગી હોવાનું અમુક સમય બાદ ખ્યાલ આવતા ગંભીર રીતે દાજી ગયા હતા. તેણીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ દિવસની લાંબી સારવાર બાદ સોમવારે વહેલી સવારે રિધ્ધિબેનનું મોત નીપજ્યું હતું.
બે વર્ષના ટ્વિન્સ ભાઈ-બહેને ભૂલથી કેમિલક પી લેતા સિવિલમાં ખસેડાયા
સુરત: ઉધના વિસ્તારમાં વિજયનગર પાસે અજય સોલંકી પત્ની અને ટ્વિન્સ દિકરો અને દીકરી સાથે રહે છે. અજય સોલંકી બીમ પસારવાનું કામ કરે છે. અજયનો નાનોભાઈ વિજય ઘરમાં જ કંકોત્રી બનાવવાનું કામ કરે છે. આજે રોજ બપોરે અજય સોલંકીનો 2 વર્ષનો દિકરો જય અને દીકરી જીયા ઘરમાં રમી રહ્યા હતા. રમતા-રમતા બંને બાળકોના હાથમાં કંકોત્રીમાં નાંખવાની કેમિકલની થેલી આવી ગઈ હતી. કેમિકલ થેલીમાંથી બહાર પડી ગયું હતું. તે સમયે તેમની માતાને શંકા ગઈ હતી કે બંને બાળકોએ કેમિકલ પી લીધું છે. તેથી બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે વોર્ડના ડોક્ટરે પરિવારને જણાવ્યું હતું કે તબીબી તપાસમાં બાળકોએ કેમિકલ પીધું હોય એવું જણાતું નથી.