Business

અદાણી ગ્રુપ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ (Hindenburg Report) બાદ અદાણી ગ્રૂપની (Adani Group) કંપનીઓના (Company) શેરમાં (Share) થયેલા જંગી ઘટાડાને કારણે ગતરોજ સંસદમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. શેરોના ઘટાડાને કારણે અદાણી ગ્રૂપની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો નોંધાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) હવે અદાણીના કેસ પર સર્જાયેલા હંગામા પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારતની સ્થિતિને કોઈ પણ રીતે પ્રભાવિત થઈ નથી.

જાણો નિર્મલા સીતારમણે શું કહ્યું
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હિંડનબર્ગના રિપોર્ટ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવદેન આપ્યું છે. તેમણે કહ્યું છે કે છેલ્લા બે દિવસમાં આપણી વિદેશી મુદ્રા ભંડાર વધીને $8 મિલિયન થઈ ગયોછે. તેમણે કહ્યું કે FII આવે છે અને જાય, અને FPO આવે છે અને જાય છે, પરંતુ અદાણી મામલે ભારતની છબી અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. રિઝર્વ બેંકે તેનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ પણ FPO પરત ખેંચી લેવામાં આવ્યા છે. શુક્રવારે, સંસદમાં વિપક્ષી સભ્યો અદાણી જૂથના મુદ્દા પર ચર્ચા અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ કરી રહ્યા હતા.

રિઝર્વ બેંક નજર રાખી રહી છે
ભારતીય રિઝર્વ બેંકે રોકાણકારોની ચિંતાઓને દૂર કરતા જણાવ્યું હતું કે દેશની બેંકિંગ સિસ્ટમ સ્થિર છે. આરબીઆઈએ કહ્યું કે તેઓ સાવચેતી રાખી રહ્યા છે અને દેશના બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખવાનું ચાલુ રાખ્યું છે. આરબીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક નિયમનકાર અને સુપરવાઈઝર તરીકે, આરબીઆઈ નાણાકીય સ્થિરતા જાળવવા માટે બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકો પર સતત નજર રાખે છે.

20,000 કરોડની કિંમતનો FPO પરત ખેંચી લેવામાં આવ્યો હતો
અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પરત ખેંચી લીધી હતી. 20,000 કરોડનો આ એફપીઓ 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો. ફોલો-ઓન-પબ્લિક ઑફર (FPO)ને સેકન્ડરી ઑફર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જાહેર કરે છે.

હિન્ડેનબર્ગનો આરોપ
હિન્ડેનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગ કરી રહ્યું છે.

સાત દિવસમાં 9 લાખ કરોડ ડૂબી ગયા
હિન્ડેનબર્ગના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપે છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપ ગુમાવ્યું છે. અદાણી ગ્રૂપના કુલ 10 શેર શેરબજારમાં લિસ્ટેડ છે જેમાં અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને એનડીટીવીનો સમાવેશ થાય છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ આ શેરોમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.

Most Popular

To Top