અમદાવાદ : ભાજપના (BJP) ધારાસભ્ય દ્વારા સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખના ભાગ તરીકે સોશિયલ મીડિયામાં (Social Media) દર્શાવવામાં આવ્યા છે. જેનો કોંગ્રેસે (Congress) તેનો સખત વિરોધ કરી, પોસ્ટ મુકનાર ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ કાયદેસર પગલા લેવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે આણંદ ભાજપના ધારાસભ્ય યોગેશ આર. પટેલ દ્વારા ફેસબુક ઉપર સુભાષચંદ્ર બોઝ કે જે દેશના મહાન રાષ્ટ્ર નેતા છે. પરંતુ તેમના માટે સુભાષચંદ્ર બોઝ આતંકવાદી હતા, તેવી પ્રસ્થાપિત કરતી પોસ્ટ મૂકવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશના મહાન નેતા સુભાષચંદ્ર બોઝનું તથા આઝાદીના લડવૈયાઓનું અપમાન કરી રહ્યા છે.
આ બાબત ધ્યાન ઉપર આવતા જ કોંગ્રેસ દ્વારા આવી વિવાદ અને રાષ્ટ્ર નેતાઓ માટે અપમાનજનક પોસ્ટ મૂકવા બદલ તેવો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે.