National

ઈંડિગો ફલાઈટમાં લોકોને ડરાવવા એક વ્યકિતએ ઈમરજન્સી ગેટ ખોલી નાંખ્યો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાય અઠવાડિયાથી ફલાઈટમાં (Flight) કંઈકને કંઈક થઈ રહ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ચેન્નઈથી (Chennai) ત્રિવેંદ્રમ જવા વાળી ઈંડિગો ફલાઈટમાંથી (Indigo Flight) એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ સ્તબધ થઈ જશો. માણસ બીજા લોકોને ડરાવવા, ધમકાવવા તેમજ પોતાના સ્ટંટ બતાવવા આ હદ સુઘી જતા હશે તે તમને આ વાત પરથી જાણવા મળી જશે.

  • ઘટનાના પગલે ફલાઈટમાં બેસેલા લોકો ડરી ગયા હતાં
  • ફલાઈટ ચેન્નઈથઈ ત્રિવેંદ્રમ જઈ રહી હતી

ચેન્નઈથી ત્રિવેંદ્રમ જનારી ઈંડિગો ફલાઈટમાં સફર કરનાર એક માણસે અચાનક જ ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો તેમજ ફલાઈટમાં બેસેલા લોકો ડરી ગયા હતાં. જાણકારી મુજબ આ ઘટના 10 ડિસેમ્બરની છે. જયારે ફલાઈટમાં સવાર એક વ્યકિતએ ફલાઈટનો ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જો કે આ ધટના પછી ફલાઈટના ક્રુ મેમ્બરે ધટનાની તપાસ કરી હતી અને ત્યાર પછી જ ફલાઈટે ઉડાનભરી હતી.

ડીજીસીએ પાસેથી જાણકારી મળી આવી છે કે ઈંડિગોની ફલાઈટ 6E-7339માં એક વ્યકિત ડર ફેલાવા માગતો હતો. આ ફલાઈટ ચેન્નઈથઈ ત્રિવેંદ્રમ જઈ રહી હતી. તે સમયે ફલાઈટમાં સવાર એક વ્યકિતએ એકાએક ફલાઈટનો ઈમરજન્સી ગેટ ખોલી નાંખ્યો હતો.

જણાવી દઈએ કે ઈંડિગો ફલાઈટમાંથી આ અગાઉ પણ છેડછાડનો મામલો સામે આવ્યો છે. દિલ્હીથી પટના જઈ રહેલી ફલાઈટમાં એક એર હોસ્ટેસ સાથે છેડછાડ કરવામાં આવી હતી. બિહારના ત્રણ સવાર યાત્રિઓ કે જેઓ નશામાં ધૂત હતા તેઓએ ફલાઈટની એર હોસ્ટેસ સાથે છેડછાડ કરી હતી આ ઉપરાંત ફલાઈટના કેપ્ટન સાથે પણ તેઓએ મારપીટ કરી હતી. આ ધટના પછી જાણકારી સામે આવી હતી કે નશામાં તમામ લોકો પોતાને કોઈ મોટા નેતાના સંબંઘી ગણાવી રહ્યાં હતાં.

Most Popular

To Top