National

દિલ્હીમાં એરસ્પેસ બંધ થયું : એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટો રદ, મુસાફરો મુકાયા તકલીફમાં

નવી દિલ્હી : દિલ્હીના ડોમેસ્ટિક (Domestic) હવાઈ મુસાફરી (Air Travel) કરનારાઓ માટે શુક્રવારે માઠા સમાચાર આવ્યા છે. એર ઇન્ડિયા (Air India) વિમાન કંપનીએ કેટલીક ફ્લાઇટોનું (Flights) ડોમેસ્ટિક ઉડાન કેટલાક કલાકો સુધી બંધ રાખવું પડ્યું હતું અને કેટલીક ફ્લાઇટોના સિડ્યુલમાં પણ ફેરફાર કર્યા હતા. દિલ્હી એરપોર્ટ દ્વારા નોટિસ ટુ એરમેન (NOTAM) ઘોષિત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોટિસ આપવાનો નિર્ણય દિલ્હીની એરસ્પેસ બંધ (Airspace Closed) થઈ જવાના કારણે લેવામાં આવ્યો હતો.

ભારતીય વાયુસેના 74માં ગણતંત્ર દિવસની તૈયારીઓ માટે પ્રેક્ટિસ કરશે
આ નિર્ણય લેવેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય વાયુસેના આગામી 74માં ગણતંત્ર દિવસની તૈયારીઓ માટે પ્રેક્ટિસ કરવા જઈ રહી હતી તે માટેનો હતો .અને આ સાથે આગામી સપ્તાહ સુધી એરસ્પેસ દરરોજ ત્રણ કલાક માટે બંધ પણ રહેશે. આ આદેશને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો અને કેટલીક ફ્લાઈટ્સ રિશિડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે.

  • દિલ્હી એરપોર્ટ દ્વારા 19-24 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીની નોટિસ ઇસ્યુ
  • આગામી સાત દિવસ માટે સવારે 10.30 થી 12.45 સુધીની આ ફ્લાઈટ્સ રદ
  • ગણતંત્ર દિવસની તૈયારીઓ માટે પ્રેક્ટિસ કરવા જઈ રહી હતી તે માટે

આગામી સાત દિવસ માટે સવારે 10.30 થી 12.45 સુધીની ફ્લાઈટ્સ રદ
દિલ્હી એરપોર્ટ દ્વારા 19-24 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. નોટિસ અનુસાર એરસ્પેસ સવારે 10.30 થી 12.45 વાગ્યા સુધી બંધ રહેશે. આ નોટિસને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ નિર્ધારિત સમયમર્યાદામાં સાત દિવસ માટે દિલ્હી જતી અને જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ સમય મુજબ જ અન્ય રૂટની ફ્લાઇટ્સ પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય. નિર્ધારિત એરસ્પેસ બંધ સમય પહેલા અને પછીની ફ્લાઇટ્સ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આંતરરાષ્ટ્ર્રીય ઉડાનોને રદ કરવામાં આવી નથી
ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના ઉડાનની વાત કરીએ તો એર ઇન્ડિયા એક કલાક કે પછી થોડા સમયનું એક્સ્ટેંશન આપીને ફ્લાઇટના ઉડાન અંગેની વ્યવસ્થા કરશે.અને હવે આ નોટિસ જારી થયા બાદ એર ઇન્ડિયાની લંડન,નેવાર્ક,કાઠમાંડુ અને બેંકોંકની ઉડાનો પ્રભાવિત થશે. કંપનીએ આ વિષે કહ્યું હતું કે,આ દરમ્યાન આંતરરાષ્ટ્ર્રીય ઉડાનોને રદ કરવામાં આવી નથી.અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈજીઆઈ એરપોર્ટ નવી દિલ્હીથી આવતા અને પ્રસ્થાન કરતા સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય મુસાફરોને કોઈપણ અસુવિધાને ટાળવા માટે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવી છે.

Most Popular

To Top