National

ભારતની આ સુંદરી લેશે 71મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ જાણો કોણ છે આ ડિવા, જે બની ‘સોને કી ચિડિયા’

નવી દિલ્હી : મિસ યુનિવર્સની (Miss Universe) સ્પર્ધાનો આગાઝ લુઇસિયાના ન્યૂ ઓર્લિયન્સમાં અર્નેસ્ટ એન મોરિયલ કન્વેન્શન સેન્ટર ખાતે 14 જાન્યુઆરીના દિવસે યોજાઈ રહ્યો છે. આ વર્ષે ભારતીય સુંદરી (Indian Beauty) આ કોમસૅપ્ટમાં ભાગ લેશે તે કર્ણાટકની (Karnataka) દિવિતા રોય (Divita Roy) છે જે ભારતને રિપ્રેઝેન્ટ કરશે. 71મોં એન્યુઅલ મિસ યુનિવર્સ ના આ કોન્સેપટમાં દુનિયા ભરની 86 મહિલાઓ ભાગ લેશે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ (Harnaz Sandhu) આ વર્ષની વિજેતાનો તાજ પહેરશે. હરનાઝ સંધુએ ગયા વર્ષે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. આ વર્ષે દિવિતા રોય પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ગુરુવારે દિવિતા રાય મિસ યુનિવર્સ માટેના નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા’ પહેરીને પહોંચી હતી.

દિવિતા રાય લાઈવ મિસ ડિવા યુનિવર્સ 2022નો ખિતાબ જીતી ચૂકી છે
મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા જય રહેલ દિવિતા રાયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દિવિતા રાય લાઈવ મિસ ડિવા યુનિવર્સ 2022નો ખિતાબ જીતી ચૂકી છે. દિવિતા વિષે જાણવા જઈએ તો તે મેંગલુરુના કર્ણાટકમાં 11 મે 1999ના રોજ જન્મ થયો છે. તેનો પ્રોફેશન આર્કિટેક્ચર, સુપર મોડલ અને વ્યવસાયે મિસ ડીવા યુનિવર્સ દિવિતા રાય તેનું ભણતર નેશનલ પબ્લિક સ્કૂલ બેંગ્લોરમાંથી કર્યું હતું. દિવિતાના પિતા દિલીપ રાયની નોકરીમાં અવારનવાર ટ્રાન્સફર થયા કરતી હટતી જેના કારણે તેણે પોતાનું બાળપણ દેશના અલગ-અલગ શહેરોમાં વિતાવ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન દિવિતા રાયે જણાવ્યું કે જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેની માતા અને દાદી તેને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને લિટલ મિસ ઈન્ડિયા માટે તૈયાર કરતા હતા.

મનપસંદ સ્પર્ધકને વોટ કરવા ફોનમાં મિસ યુનિવર્સ એપ ડાઉનલોડ કરો
દિવિતાએ તેના પેશન વિષે કહ્યું હતું કે તે નાનપણથી જ મિસ ઈન્ડિયા કે મિસ યુનિવર્સ બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું હતું અને નક્કી કર્યું હતું કે એક દિવસ તે ચોક્કસપણે મિસ ઈન્ડિયા કે મિસ યુનિવર્સ બનશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધાનો કાર્યક્રમ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઓલિવિયા કુલપો અને પ્રખ્યાત ટીવી પર્સનાલિટી માઈ જેનકિન્સ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ પહેલા સ્ટીવ હાર્વે પાંચ વર્ષ સુધી આ ઈવેન્ટને હોસ્ટ કરી ચૂક્યા છે. જો તમે તમારા મનપસંદ સ્પર્ધકને વોટ કરવા માંગતા હોવ તો તમારે તમારા ફોનમાં મિસ યુનિવર્સ એપ ડાઉનલોડ કરવી પડશે. જ્યાંથી તમે તમારા મનપસંદ સ્પર્ધકને વોટ કરી શકો છો. આ સિવાય તમે vote.missuniverse.com વેબસાઈટ પરથી તમારા મનપસંદ સ્પર્ધકને વોટ પણ કરી શકો છો.

Most Popular

To Top