સુરત : સુરત મહાનગરપાલિકાનાં (SMC) સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી ઉપર ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant) તરફ જતી રો-વોટર પાઈપલાઈન શિફ્ટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને હવે તે લાઈનની જોડાણની કામગીરી તા.11 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવશે.
- સરથાણા, વરાછા, લિંબાયત અને ઉધના ઝોનમાં બુધવારે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, 12 મીએ અંશત: અસર રહેશે
જેના કારણે શહેરના ચાર ઝોન સરથાણા, વરાછા, લિંબાયત અને ઉધના ઝોનમાં તા. 11 મી જાન્યુઆરીએ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે અને તા. 12 જાન્યુઆરીએ અંશત: અસર એટલે કે, પાણી ઓછા પ્રેશરથી આવશે. જેથી આ તમામ ઝોનના લોકોને પાણીનો સંગ્રહ કરી લેવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. ચાર ઝોનમાં પાણી કાપથી અંદાજીત 8 થી 10 લાખ જેટલી વસતીને સીધી અસર થશે. કામગીરી પૂર્ણ થતા જ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
કયા કયા વિસ્તારો અસરમાં આવશે
- સરથાણા ઝોનમાં સીમાડા, સરથાણા અને પૂણા પૈકીનો મુખ્યત્વે લક્ષ્મીનગર, આદર્શનગર, યોગીચોક, વી.ટી.નગર, આનંદપાર્ક, શાંતિવન, પુરષોત્તમનગર, સી.અચ. પાર્ક, લક્ષ્મીનગર 1 અને 2, સિંહ સર્કલ તેમજ યોગીચોક વગેરે તથા તેની આસપાસની સોસાયટી લાગુ વિસ્તારો.
- વરાછા ઝોનમાં મગોબ, પૂણા પૈકીનો મુખ્યત્વે માતૃશક્તિ, નંદનવન, હસ્તિનાપુર, કિરણપાર્ક, શાંતિનિકેતન, મુક્તિધામ, ભૈયાનગર, સીતાનગર વિગેરે તથા તેની આસપાસની સોસાયટી લાગુ વિસ્તારો.
- લિંબાયત ઝોન ગોડાદરા, પરવત, ડિંડોલી ગામતળ વિસ્તારમાં મુખ્યત્વે આસપાસનગર, ખોડીયારનગર, પટેલનગર, મહારાણા પ્રતાપ, પ્રિયંકા, નિલકંઠનગર, ઉમિયાનગર, પુરૂષોત્તમનગર, ચંદ્રાંક સોસાયટી, ભક્તિ નગર, મહાદેવ નગર, ડી.કે.નગર, નંદનવન, પ્રિયંકા સીટી પ્લસ, જે.બી.નગર, લક્ષ્મી પાર્ક, ગાયત્રી, શિવ દર્શન, ખોડીયારનગર, સંતોષી નગર, પ્રિયંકા નગર, જીતેષ પાર્ક, શિવ સાંઈ શક્તિ, શ્રધ્ધા સોસાયટી, સહજાનંદ સોસાયટી, ઓમ સાંઈ શક્તિ, ચિત્રકુટ સોસાયટી, હસ્તિનગર, હાઈરાઈઝ શુભ વાટીકા, મોદી એસ્ટેટ, મૌર્ય નગર, ઓમનગર, અંબિકા, માં કૃપા, તિરૂપતિ, આલોકનગર, મિલેનીયમ પાર્ક, મહાદેવનગર, લક્ષ્મી નારાયણ, શ્રી સાંઈ નગર, હરિદ્વાર, મંગલદીપ, ગંગા સાગર, અયોધ્યા, અંબિકા, ગણપતિધામ, યોગેશ્વરપાર્ક, રાનીપાર્ક, અંબિકાપાર્ક, મીરાનગર, ગોવર્ધન, ભુવનેશ્વરી વિગેરે તથા તેની આસપાસની સોસાયટીને લાગુ વિસ્તારો.
- ઉધના ઝોનમાં ઉનગામ, તિરૂપતી નગર, તિરૂપતી બાલાજી ટાઉનશીપ, ગભેણી ગામ તથા આજુબાજુનો વિસ્તાર, ભીંડીબજાર, બુડીયા ગામ, જીઆવ ગામ, ભેસ્તાન H15 આવાસ, ઉમ્મીદનગર, કુંડી, દિપલી ગામ, વડોદ, સુખીનગર, આનંદો હોમ્સ, બમરોલી ગામ, રામેશ્વર ગ્રીન, મરાઠા નગર વિગેરે તથા તેની આસપાસની સોસાયટી/ લાગુ વિસ્તારો.