સુરતઃ (Surat) વેસુ ખાતે રહેતા અને ન્યુ સિવિલ રોડ પર હિરાની ઓફિસ (Diamond Office) ધરાવતા વેપારીને મુંબઈ લક્ષ્મી જ્વેલર્સના નામે ફોન કરી મળવા આવેલા બે જણાએ 24.68 લાખના હિરા લીધા હતા. અને પેમેન્ટ નહી આપતા આ હિરાની જગ્યાએ ચાલાકીપૂર્વક કાચના ટુકડાનું પેકેટ (Packet) આપી બીજા દિવસે પેમેન્ટ થાય એટલે હિરા કુરિયર કરી દેવા કહી નીકળી ગયા હતા. ત્રણેક દિવસ પછી પેકેટ ખોલીને જોતા આ પેકેટમાંથી નકલી હિરા નીકળતા વેપારીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
- વેસુના હિરા વેપારી પાસે 24.68 લાખના હિરા મેળવી ચાલાકી પૂર્વક તેની જગ્યાએ કાચના ટુકડા મુકી દીધા
- મુંબઈથી લક્ષ્મી જ્વેલર્સમાંથી બોલતો હોવાનું કહીને અલગ અલગ કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ લીધા હતા
વેસુ ખાતે નંદની એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય રૂપક કમલેશ ગર્ગ યુનિક હોસ્પિટલની સામે ઝીનોન કોમ્પ્લેક્ષમાં બીજા માળે જ્વેલર જેમ્સ પ્રા.લી. નામે હિરાનો વેપાર કરે છે. ગત 12 ડિસેમ્બર 2022ના રોજ ઇન્ડિયા માર્ટ વેબસાઈટ પરથી તેમના ઓફિસના ફોન પર ફોન આવ્યો હતો. અને હુ મુંબઈથી ભરત પટેલ લક્ષ્મી જ્વેલર્સમાંથી બોલુ છું, હું પોતે હિરાનો વેપાર કરું છું અને મને કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ ક્વોલીટીના માલની જરૂરત છે તેમ જણાવ્યું હતું. રૂપકભાઈએ વોટ્સએપ પર ભરતભાઈને ભાવ લખીને મોકલ્યો હતો. 19 તારીખે બપોરે ભરત પટેલ અને બીજો એક અજાણ્યો રૂપકભાઈની ઓફિસે ગયા હતા. ભરત પટેલે સેમ્પલ જોવા માટે માંગ્યા હતા.
ભરત પટેલ અને તેની સાથે આવેલા અજાણ્યાએ સેમ્પલ જોઈને ભાવતાલ નક્કી કરી જતા રહ્યા હતા. સાંજે ભરત પટેલે ોફિસ પર ફોન કરીને કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની બે અલગ અલગ ક્વોલીટીના 100-100 કેરેટ માલની માંગણી કરી હતી. 21 તારીખે ભરત પટેલ અને એક અજાણ્યો ઓફિસે આવ્યા હતા. સાંજે ભરત પટેલને કુલ ત્રણ પેકેટમાં 115.810 કેરેટ અલગ અલગ ક્વોલીટીનો માલ જેની કિંત 24.68 લાખનો આપ્યો હતો. ભરતે તેની બેગમાંથી નાનુ પેકેટ કાઢીને આ ત્રણ પેકેટ ઉપર ટેપ મારીને શીલ કરી પાકીટમાં મુકી દીધા હતા. અને પેમેન્ટ માટે મુંબઈ તેના શેઠ સાથે વાત કરાવી હતી.
મુંબઈના શેઠે પેમેન્ટ આવતીકાલે કરાવી આપીશ તેમ કહેતા ભરત પાસેથી હીરાના પેકેટ પરત માંગી લીધા હતા. ભરત પટેલે આ પેકેટ કાઢીને પરત આપી દીધા હતા. અને બીજા દિવસે પેમેન્ટ થાય પછી કુરીયર કરી આપવાનું કહ્યું હતું. બે દિવસ સુધી ભરત પટેલે કોઈ જવાબ નહી આપતા રૂપકભાઈએ પેકેટ ખોલીને જોયુ તો અંગર કાચના ટુકડા નીકળ્યા હતા. જેથી તેમની સાથે ભરત પટેલે આયોજન પૂર્વક છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસે આ અંગે ભરત કરશનભાઈ કોંધોલ, જીમીત અજય શાહ (રહે. જનતાનગર રોડ ભાઈધર મુંબઈ) અને ઉદય હરિશચંદ્ર ચોક્સી (વિજ્ઞેશ્વર એસ્ટેટ મહાવીર હોસ્પીટલની બાજુમાં નાનપુરા) ની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.