સુરત : 31મી ડિસેમ્બરની (31st December) રાત્રિએ પોલીસ (Police) દ્વારા વાહનચાલકને જે બર્બરતાથી ફટકારવામાં આવ્યો અને તેને રસ્તા પર પટકીને મારવામાં આવ્યો તે મામલે પીઆઇ આચાર્ય કાર્યવાહી (proceedings) કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ તેઓને બચાવવા નીકળ્યા હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં આમ પણ ઉધના ડીસ્ટાફની દાદાગીરી સામે પીઆઇ આચાર્ય સામે પાંચ કરતા વધારે ક્વોલીટી કેસો થયા છે. તેમાં લોકરક્ષક એવા પિયુષ અને અશોક નામના જવાનો દ્વારા આ કારનામુ કરવામાં આવ્યુ હોવાની વિગત જાણા મળી છે. પોલીસ દ્વારા વાહનચાલકે દાદાગીરી કરવામાં આવી હોવાનુ ગાણું ગાવામાં આવી રહ્યુ છે. અલબત સીસીટીવીમાં પોલીસની દાદાગીરી સિવાય કાઇ દેખાઇ રહ્યુ નથી.
ફરિયાદ બાદ ગૃહમંત્રી દ્વારા આ આખી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી
દરમિયાન લોકરક્ષકના જવાનો પિયુષ અને અશોકની સામે કોઇ કાર્યવાહી કરવાને બદલે તેઓ નિર્દોષ હોવાનું ગાણુ પોલીસ ગાઇ રહી છે. આ કિસ્સામાં કમિ. અજય તોમર દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી છે. તેમાં લોકરક્ષકો સામે આકરી કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દરમિયાન ભોગ બનનાર નાગરિક દ્વારા રાત્રે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ ગૃહમંત્રી દ્વારા આ આખી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. હર્ષ સંઘવીએ આ મામલે તપાસ રીપોર્ટ માંગ્યો છે. અલબત આ કિસ્સામાં પીઆઇ આચાર્યએ આ ઘટનાને સામાન્ય લેખાવી હતી. સરવાળે ઉધના પોલીસનુ તંત્ર હાલમાં તો ડીસ્ટાફના હાથમાં હોવાની ચર્ચા છે. આ મામલે કમિ. અજય તોમર તપાસ કરે તો ઉધના પોલીસની લોલમપોલ બહાર આવી શકે છે.
નશો કરીને થર્ટી ફર્સ્ટની તૈયારી કરનાર 420 લોકોએ રાત જેલમાં વિતાવી
સુરત : નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં થર્ટી ફસ્ટની રાત્રે દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકોને મેડીકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા થર્ટી ફસ્ટના દિવસે સાંજથી જ નાકાબંધી અને સદ્યન વાહન ચેકીંગ શરૂ કરી દેવાયું હતું. જેમાં પીધેલી હાલતમાં પકડાયેલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટ તો બાજુમાં રહી ગઇ પરંતુ રાત જેલમાં વિતાવવી પડી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફસ્ટની રાત્રે પોલીસે કતારગામ, લાલગેટ, ઉત્રાણ, સરથાણા, મહીધરપુરા, વરાછા, પુણા, અમરોલી, લિંબાયત, ગોડાદરા, ચોકબજાર, ઉધના, સલાબતપુરા ડિંડોલી, અમરોલી તેમજ કાપોદ્રા વિસ્તારમાંથી પોલીસે વાહન ચેકીંગ તેમજ નાકાબંધી દરમિયાન કુલ 226 લોકોને ઝડપી પાડ્યા હતા. આ તમામને મેડીકલ ચેક અપ માટે પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઇ ગઇ હતી.