નવસારી: નવસારીમાં (Navsari) એક આરોપીએ મહિલા જ્જ (Judge) પર હુમલો (Attack) કર્યો હતો. એટલું જ નહીં પણ જ્જને અપશબ્દ પણ બોલ્યો હતો. જો કે સદનસીબે મહિલા જ્જને પથ્થર વાગ્યો નહતો. આ વાત કોર્ટ (Court) પરિસરમાં ફેલાતા નવસારી બાર એસોસિએશનને (Navsari Bar Association) સમગ્ર ઘટનાને વખોડી હતી.
મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે 11:30 વાગ્યે નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ છૂટ્ટો પથ્થર ફેંક્યો હતો. કોર્ટની કાર્યવાહી દરમિયાન જ 326ના ગુનામાં સામેલ આરોપી ધર્મેશ રાઠોડે મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. આરોપી જો કે મહિલા જજને પથ્થર વાગ્યો નહતો. આ હુમલાની ઘટનાને નવસારી બાર એસોસિએશને વખોડી હતી.
- નવસારી ચીફ કોર્ટમાં થર્ડ એડિશનલ સેશન્સ જજ પર આરોપીએ કર્યો હુમલો
- 326 ના ગુનાંના કામે આરોપીને કોર્ટે માં હાજર થયો હતો
- આરોપી ધર્મેશ રાઠોડએ મહિલા જજ એ.આર.દેસાઈ પર પત્થર વડે હુમલો કર્યો
- આરોપી જેલ માંથી ખિસ્માં માં પત્થર મૂકી લાવ્યો હતો
- ભૂતકાળમાં આ જ આરોપીએ એમ.એ શૈખ નામના જજ પર પણ ચપ્પલ વડે હુમલો કર્યો હતો
- જેલ કેદી જાપ્તાની ટુકડીની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો
- હુંમલાની ઘટનાને બાર એસો.એ વખોડી
આરોપીએ જેલમાંથી જ ખીસ્સામાં પથ્થર મૂક્યો હતો
મળતી માહિતી પ્રમાણે 2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળીયો ગુલાબ રાઠોડ જે મૂળ સુરત રહે છે. તેણે નવસારી કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી. તેથી તેને 326ના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જેના કારણે તેને આજે સવારે નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજે સવારે 11:30 વાગ્યે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર.દેસાઈ ઉપર કોર્ટ કાર્યવાહી દરમિયના ખીસામાંથી પથ્થર કાઢીને છૂટ્ટો ફેંક્યો હતો. જો કે સદનસીબે એ પથ્થર દિવાલ ઉપર જઈ ટકરાયો હતો અને મહિલા જજ બચી ગયા હતા. આ સમગ્ર ઘટના બનતા કોર્ટ પરિસરમાં લોકો ઘટનાની નિંદા કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીએ જેલમાંથી જ પોતાના ખિસ્સામાં પથ્થર મૂક્યો હતો.
આ ઘટના અંગે જેલ નિરીક્ષક સામે સવાલો ઉભા થયા
નવસારીમા કોર્ટની કાર્યવાહી દરમિયાન જજ પર પથ્થરથી હુમલો કરાયો હતો. આરોપીએ જેલમાંથી જ ખિસ્સામાં પથ્થર મૂક્યો હતો અને કોર્ટની કાર્યવાહી દરમિયાન મહિલા જજ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે જેલ નિરીક્ષક સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જેલ કૈદી જાપ્તાની ટુકડીની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો, જોકે, ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું. ત્યારે કોર્ટમાં બનતી આવી ઘટના અંગે નવસારીના સિનિયર એડવોકેટ પ્રતાપ મહિડાએ કડી નિંદા કરી હતી. તેમણે જણાવ્યા મુજબ કોર્ટ પરિસરમાં કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિઓ જજો સુરક્ષિત ન હોય તો આમ વ્યક્તિઓની વાતો શું કરવી?