World

ચીનમાં રસ્તાઓ પર લોકોને બોટલ ચઢાવાઈ, વીડિયો જોઈ હચમચી જશો

નવી દિલ્હી: કોરોનાને(Corona) કારણે ચીનની (China) હાલત કફોડી બની રહી છે. ચીનમાં કોરોનાના કેસ (Case) વધી રહ્યા છે. ચીનમાં 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે, જોકે સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3 હજાર કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ચીનનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં સારવાર ન મળતા લોકો રસ્તા પર જ દવાની બોટલો ચઢાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રસ્તાઓ ઉપર દોરડા બાંધીને લોકોને બોટલો ચઢાવવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ચીનની હોસ્પિટલમાં બેડ તેમજ ડૉક્ટરનો સ્ટાફનો અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે હોસ્પિટલોમાં બેડના અભાવે આમ કરાઈ રહ્યું છે. તેમજ આ અગાઉ પણ આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં ચીનમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતી વખતે બાળકોને બોટલ ચઢાવવામાં આવતા જોવા મળ્યા હતા.

ચીન, જાપાન, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોનાનું જોખમ વધી રહ્યું છે. કોવિડના ખતરાને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું છે. એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્કેનિંગ અને કોવિડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ભારતમાં કોરોનાને લઈને 2 મહત્વપૂર્ણ બેઠકો થઈ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી, અને શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને દેશભરના આરોગ્ય પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે રાજ્યોએ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ સંક્રમણના 201 નવા કેસ નોંધાયા છે. કોવિડના સક્રિય કેસનો આંકડો વધીને 3397 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના કુલ કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર SMVD શ્રાઈન બોર્ડે પણ કોવિડના કેસોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મુસાફરો સાથે વાતચીત કરતી વખતે તમામ કર્મચારીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

ચીનમાં કોરોના સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો
ચીનમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BF.7 તબાહી મચાવી રહ્યું છે. હોસ્પિટલોમાં રસ્તાઓ કરતાં વધુ ભીડ હોય છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા બચી નથી. લોકોને જમીન પર સૂઈને સારવાર કરવી પડે છે. મોટી સંખ્યામાં મૃત્યુના કારણે પણ સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા સમયમાં ચીનમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

અમેરિકામાં પણ કોરોનાના કેસ વધ્યા
તે જ સમયે, ઉત્તર પૂર્વ અમેરિકામાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBBના કેસોમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, 24 ડિસેમ્બરે, યુનાઇટેડ સ્ટેટ્સમાં કોવિડ-19 કેસમાંથી 18.3%માં XBB હોવાનો અંદાજ હતો, જે અગાઉના સપ્તાહે માત્ર 11.2% હતો.

Most Popular

To Top