વાત 1997-98ની છે. વી.ટી.ચોકસી બી.એડ્. કોલેજના પ્રિન્સિપાલના ઈન્ટરવ્યુ હતા. હું ઉમેદવાર હતો. મારી સાથે બીજા પાંચ ઉમેદવારો હાજર હતા. ડો. કાઝી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેનના નાતે ઈન્ટરવ્યુ કમિટિમાં હાજર હતા. 50 ગુણ શૈક્ષણિક લાયકાત + અનુભવના હતા. બાકીના 50 ગુણ ઈન્ટરવ્યુમાં ઉમેદવારના પરફોર્મન્શના હતા. પ્રિન્સિપાલની પસંદગીનો સઘળો આધાર ટ્રસ્ટ હતું. હું 50 ગુણના મેરિટમાં પ્રથમ ક્રમે હતો. મારી પસંદગી ઈન્ટરવ્યુના પરર્ફોમન્શ પર હતી. ડો. કાઝી પર દ્વિતીય ક્રમના ઉમેદવારની સ્ટ્રોંગ ભલામણ હતી તેથી મને આશા નો હતી. ડો. કાઝીએ સાંપ્રત શિક્ષણ, વહીવટી કાર્યના ઘણાં અટપટા પ્રશ્નો પૂછી મને ચકાસ્યો અંતે મારી પસંદગી કરી. હાજર થયાને ચાર જ મહિનામાં કોલેજના હિસાબો નિયમિત કરવા બાબતે તેમણે મને પત્ર લખી ટકોર કરી, જણાવ્યું પ્રિન્સિપાલની પોસ્ટ શૈક્ષણિક કરતાં વહીવટી વધારે છે.
બીજે વર્ષે કોલેજમાં ચાલતી સ્વ. ડો. ધીરૂભાઈ દેસાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. ગુણવંત શાહ પધાર્યા. વિષય હતો : ‘શિક્ષણમાં લીલો દુકાળ’ ડો. કાઝી આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને હતા. ડો. શાહે મનનીય પ્રવચન આપ્યું. અંતે અધ્યક્ષ પદેથી ડો. કાઝીએ વિષયને વળગી રહીને, દાખલા – દલીલ સાથે પોતાની વાત રજૂ કરી. ડો. શાહ કરતાં ડો. કાઝીના વક્તવ્યમાં વધુ તાળીઓ પડી ! કેમકે તેમની વાતમાં વધુ દમ હતો !! સૌ પ્રથમ શ્રોતાઓ એમની વાત સાથે સંપૂર્ણ સહમત હતા ! વર્ષ : 2011-12માં સોસાયટી, કોલેજ અને દ.ગુ.યુનિ. ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ઈન્ટરનેશનલ સેમિનાર યુનિ. કેમ્પસમાં યોજાયો હતો. વિષય હતો : Higher Education in the Year 2020 ભારત ભરના વદ્યાનોએ સંશોધનપત્રો રજૂ કર્યા. ડો. કાઝીએ પણ પેપર રજૂ કર્યું જે સર્વશ્રેષ્ઠ પૂરવાર થયું હતું ! મારો તેમની સાથે કોઈ ઘરેલું સંબંધ નો હતો. છતાં તેઓ મારા હૃદયમાં અંકિત થઈ ગયા હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી. સુરતને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સુરત – ડો. વિનોદ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોરોના કાળ પછી આકાશવાણીની પરિસ્થિતી
કોરોના કાળ દરમ્યાન આકાશવાણીના કાર્યક્રમમાં ઘણા કાર્યક્રમો બંધ થયા હતા. મોટા પાયે ફેરફારો આવી ચુક્યા હતા. હાલ કોરોના લગભગ નાબુદ થયો એમ કહી શકાય. હાલ પણ આકાશવાણીના કાર્યક્રમમાં કોરોના કાળ પછી જે મહત્તમ ફેરફાર થવો જોઈએ તે થયો નથી. વિવિધ ભારતી પરથી રજુ થતા ફરમાઈશી કાર્યક્રમ હાલ પણ બંધ છે. FM GOLD મુંબઈ ઉપર બપોરે 3 થી 4 આવતો ગુજરાતી ફિલ્મી, ગૈરફીલ્મી ગીતનો ફરમાઈશી કાર્યક્રમ તદ્દન બંધ છે. જે ગીતો બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી (દુર્લભગીત) તેવા ગીતો FM ગોલ્ડ મુંબઈથી ફરમાઈશ કરીને તેજ 3 થી 4 દરમ્યાન સાંભળી શકાતા એ બંધ છે. કેવી કમનસીબી ! નમસ્કાર આકાશવાળી અમદાવાદ – વડોદરા પરથી રજુ થતો ફરમાઈશી ફોર્નિંગ કાર્યક્રમ હજુ પણ બંધ જ છે.
ઉર્દુસર્વિસ પર સવારે અને બપોરે હજુ થતો ફરમાઈશી કાર્યક્રમ હાલ સુધી બંધ જ છે. માત્ર મોડી રાત્રે તામિલે ઈર્શાદ ફરમાઈશી કાર્યક્રમ આવે છે. શ્રોતા પોતાને મન ગમતા કાર્યક્રમ માટે આતુરતાથી રાહ જુએ છે. બીજુ શોર્ટ વે પ્રસારણ બંધ કરી દીધા. વિવિધ ભારતી તથા ઉર્દુ સર્વીસ (AIR) ના શોર્ટવે પ્રસારણ ચાલુ રાખવા જરૂરી છે. કારણકે Mob. App થી સાંભળવામાં ઈન્ટરનેટ થી સાંભળવા જ્ઞાતિમય છે. કારણકે નેટ છુટી જાય, કોઈ ફોન આવે તો રેડિયો બંધ થઈ જાય. માત્ર શોર્ટવે તરંગ એવા છે કે જે દુર દુર સુધી જાય એટલે કાર્યક્રમ સાંભળી શકાય. વિવિધ ભારતી અને ઉર્દુસર્વીસનો આંતરરાષ્ટ્રિય શ્રોતા વર્ગ છે. હાલ ઉર્દુ સર્વીસ માત્ર ઈન્ટરનેટથી સાંભળી શકાય છે. શોર્ટ વે બંધ છે તેથી ઉર્દુ સર્વીસ શ્રોતાઓથી વિમુખ થઈ રહ્યો છે. લગભગ પ્રસારણ બંધ કરી દેવામાં આવે ત્યાં સુધી હાલત બગડી છે. 11 થી 3 રાજ્યમાં કામત્ પ્રસારણ (સહ પ્રસારણ) થાય છે. માટે સરકારશ્રીએ શોર્ટ વે પ્રસારણ તથા અન્ય કાર્યક્રમ માટે સારા પરિણામ લક્ષી પગલાં લેવાં જરૂરી છે.
વડોદરા – જ્યંતીભાઈ પટેલ