મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર આમિર ખાન (Aamir Khan) પોતાના લુકને (Look) હંમેશા ચર્ચામાં રહે છે. ‘રંગ દે બસંતી’થી લઈને ‘ફના’ અને ‘ગજની’ સુધી, જ્યારે પણ આમિરે સ્ક્રીન પર નવો લુક અજમાવ્યો, ત્યારે લોકોએ આ નવા લુકને ફોલો કરે છે. ત્યારે હવે આમિર ખાનના રિયલ લાઈફની તસ્વીરો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સફેદ દાઢી, અને હાથમાં કળશ લઈ તેની પૂર્વ પત્ની કિરણ રાવ (ex-wife Kiran Rao) સાથે પ્રોડક્શનની ઓફિસમાં (Production Office) પૂજા કરતો જોવા મળી રહ્યો છે. આ લુકમાં તસ્વીરો જોઈને ઘણા લોકો ઓળખી શકતા નથી કે તે આમિર છે કે અન્ય કોઈ.
આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની કંપની આમિર ખાન પ્રોડક્શનની ઓફિસમાં તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પૂજા કરતો જોવા મળી રહ્યો છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ડિરેક્ટર અદ્વૈત ચંદને પૂજાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં આમિર કલશની પૂજા કરી રહ્યો છે. પૂજા બાદ તેણે અને તેની પૂર્વ પત્ની કિરણ રાવ પણ આરતી કરી રહ્યા છે.
લુક જોઈને યુઝર્સે કહ્યું આમિર ખાન કે શક્તિ કપૂર?
આ તસવીરોમાં આમિરના વાળ, દાઢી અને મૂછો સફેદ દેખાઈ રહ્યા છે. પૂજા કરતી વખતે આમિરે એક ટોપી પહેરી છે અને ગળામાં શાલ પણ પહેરી છે. સોશિયલ મીડિયા પર આમિરના આ ઓલ-ગ્રે લુક પર લોકોની કોમેન્ટ્સ ખૂબ જ રસપ્રદ છે. એક યુઝરે લખ્યું, ‘મેં નામ વાંચ્યું ન હતું…. અને મને લાગ્યું કે તે શક્તિ કપૂર છે.’ તે જ સમયે, અન્ય યુઝરે સાઉથ એક્ટર જગપતિ બાબુને યાદ કર્યા, જેમનો લુક સરખો છે. આ યુઝરે લખ્યું, ‘ભાઈ, તે સાઉથ એક્ટર જગપતિ બાબુ જેવો દેખાય છે.’
આમિરે લીધો એક્ટિંગમાંથી બ્રેક
અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે આમિર ખાન પ્રોડક્શનની ઓફિસમાં આ પૂજા શા માટે રાખવામાં આવી હતી. પરંતુ તસવીરોમાં દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આમિરની વાત કરીએ તો તેણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે કહ્યું છે કે હવે તે દોઢ વર્ષ પછી એક્ટિંગમાં પરત ફરશે. જોકે, આ દરમિયાન તે નિર્માતા તરીકે સંપૂર્ણ રીતે સક્રિય રહેશે.
તસવીરોમાં આમિર અને કિરણ રાવ પણ એકસાથે ઉભા થઈને આરતી કરતા જોવા મળે છે. કિરણે આરતીની થાળી પકડી છે અને આમિર હાથ જોડીને ઉભો છે. આમિર અને કિરણે ગયા વર્ષે તેમના 15 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો અને અલગ થઈ ગયા. પરંતુ બંને હજુ પણ તેમના પુત્ર આઝાદનો ઉછેર સાથે કરી રહ્યા છે. ઘણીવાર પાર્ટીઓ, એરપોર્ટ વગેરેમાં સાથે જોવા મળે છે.