નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે પ્રથમ ODI મેચ ઢાકાના (Dhaka) શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) આ વનડે સીરીઝની ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) પણ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
પંતના રિપલેસમેન્ટની કોઈ જાહેર કરવામાં આવી નથી
બીસીસીઆઈએ આ વિશે અપડેટ કર્યું છે. જોકે, રિષભ પંતના બહાર થવાનું સંપૂર્ણ કારણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું, પરંતુ બીસીસીઆઈએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેને મેડિકલ ટીમની સલાહ પર મુક્ત કરવામાં આવ્યો છે. પંતના બહાર થવાને કારણે કેએલ રાહુલને પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે.
આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘BCCIની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ ઋષભ પંતને ODI ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. તેમની જગ્યાએ કોઈ બદલીની માંગ કરવામાં આવી નથી. અક્ષર પટેલ પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.
ઋષભ પંત હાલના સમયમાં મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. ઋષભ પંતને T20 વર્લ્ડ કપ 2022માં ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બંને મેચમાં પંત તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને કુલ 9 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં પણ તે નિરાશ થયો હતો અને તે T20 અને ODIની ચાર ઇનિંગ્સ સહિત કુલ 42 રન જોડવામાં સફળ રહ્યો હતો.
કુલદીપ સેનની ડેબ્યૂ
મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે દાવ આપ્યું છે. આ મેચમાં ઝડપી બોલર કુલદીપ સેનને ભારત તરફથી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. IPL 2022માં કુલદીપે શાનદાર રમત દેખાડી હતી, જેના પછી તે ચર્ચામાં આવ્યો હતો.
ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન.
બાંગ્લાદેશ પ્લેઈંગ 11 :લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, ઈબાદત હુસૈન.