National

‘PM મોદી વિશ્વમાં શાંતિ લાવવા માટે તમામ દેશોને એક કરશે’: ફ્રાન્સના રાષ્ટ્રપતિ

નવી દિલ્હી: ભારતે (India) G-20નું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ (Tweet) કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં પીએમ (PM) મોદીના વખાણ કર્યા હતા. “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” ભારતે G20 ઈન્ડિયાનું પ્રમુખપદ સંભાળ્યું, મેક્રોને લખ્યું. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમને શાંતિની દુનિયા અને વધુ ટકાઉ વિશ્વ બનાવવા માટે સાથે લાવે. અગાઉ ઘણા અન્ય દેશો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં યોજાનારી જી-20 સમિટ નિર્ણાયક સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.

ભારતે G-20ની કમાન સંભાળી, PM મોદીએ આપ્યો સંદેશ
જણાવી દઈએ કે 1 ડિસેમ્બર, 2022થી ભારતે G-20ની કમાન સંભાળી છે, જેને દેશ માટે એક મોટી તક કહેવામાં આવી રહી છે. આ અઠવાડિયે એક બ્લોગમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો G20 એજન્ડા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયાલક્ષી અને નિર્ણાયક હશે. આજે વિશ્વ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે તે ફક્ત સાથે મળીને કામ કરીને જ ઉકેલી શકાય છે. આવો આપણે સાથે મળીને ભારતની G20 પ્રેસિડન્સીને હીલિંગ, સંવાદિતા અને આશાનું પ્રેસિડન્સી બનાવીએ.

ભારત તેની 75 વર્ષની સિદ્ધિઓ અને પ્રગતિ જણાવશે
G-20માં ભારત તેની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો, વિવિધતા અને તેની સિદ્ધિઓ અને 75 વર્ષની પ્રગતિ પણ રજૂ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારત તેની અધ્યક્ષતામાં આવતા વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. પ્રથમ તૈયારીની બેઠક 4-7 ડિસેમ્બર દરમિયાન ઉદયપુરમાં યોજાશે.

ભારત સૌથી મોટી ઇવેન્ટ બનાવવાના અભિયાનમાં પોતાની 75 વર્ષની સિદ્ધિઓ અને પ્રગતિ જણાવશે
G-20માં ભારત તેની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો, વિવિધતા અને તેની સિદ્ધિઓ અને 75 વર્ષની પ્રગતિ પણ રજૂ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારત તેની અધ્યક્ષતામાં આવતા વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. પ્રથમ તૈયારીની બેઠક 4-7 ડિસેમ્બર દરમિયાન ઉદયપુરમાં યોજાશે.

G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.

Most Popular

To Top