કતાર : વિશ્વમાં ફૂટબોલ ફીવર પરવાન ચઢ્યો છે. કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) વચ્ચે ફૂટબોલ ચાહકો માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોલંબિયાના (Colombia) સ્ટાર મિડફિલ્ડર આન્દ્રેસ બાલાનતાનું (Andres Balanta) નિધન થયું છે. આ ફૂટબોલરની (Footballer) ઉંમર માત્ર 22 વર્ષની હતી. આવતા મહિને એટલે કે 18મી જાન્યુઆરીએ તેમનો 23મો જન્મદિવસ પણ છે. જોકે આકસ્મિક રીતે તેનું નિધન થઇ ગયાનું સમાચાર આવતા ફૂટબોલરોમાં પણ ભારે નિરાશા ફેલાઈ ગઈ હતી.
22 વર્ષની ઉંમરે એન્ડ્રેસ બાલાન્ટે દુનિયાને અલવિદા કરી દીધું
ઉલ્લેખનીય છે કે મોટાભાગના ખેલાડીઓ 22 વર્ષની ઉંમરે તેમની કારકિર્દીની શરૂઆત કરે છે, પરંતુ એન્ડ્રેસ બાલાન્ટા સાથે આ દુઃખદ ઘટના બની અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે એન્ડ્રેસ બલાન્ટા આર્જેન્ટિનાની ફર્સ્ટ ડિવિઝન ક્લબ એટ્લેટિકો ટુકુમેન તરફથી રમી રહ્યો હતો.
ટ્રેનિંગ દરમિયાન પડી જતા ગંભીર ઇજાઓ થઇ હતી
આન્દ્રેસ બાલાનતા મંગળવારે એટ્લેટિકો તુકુમાન ક્લબ માટે પ્રક્ટિસ દરમિયાન અકસ્માત થયો હતો. આ દરમિયાન તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ખરેખર, આન્દ્રેસ ટ્રેનિંગ દરમિયાન પડી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના ડૉક્ટરોએ આન્દ્રેસ બાલાનતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએઆન્દ્રેસ બાલાનતા તાત્કાલિક સારવાર કરી. પરંતુ જીવ બચાવી શક્યા ન હતા. ક્લબના મેડિકલ સ્ટાફે પણ આન્દ્રેસ બાલાનતા હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
કોલંબિયા ટીમ માટે અંડર-20 વર્લ્ડ કપ 2019 રમ્યો હતો
આન્દ્રેસ બાલાનતા રજાની ઉજવણી કરી ફરીથી તેની પ્રક્ટિસમાં જોડાઈ ગયા હતા.આ નાનકડા વિરામ બાદ તેઓ ટીમના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોડાયા હતા. ઘટના બાદ એટ્લેટિકો ક્લબના અધિકારી ઇગ્નાસિયો ગોલોબિસ્કીએ કહ્યું કે, ‘આન્દ્રેસ બાલાનતાના મૃત્યુ વિશે જાણ કરતાં ખૂબ જ દુઃખ થાય છે. ક્લબના તમામ સમર્થકો ખૂબ જ નિરાશ છે અને આઘાતમાં છે. અલબત્ત, તેના પરિવારજનો, સહકર્મીઓ અને મિત્રોનો અમારો સંપૂર્ણ સહયોગ છે. આન્દ્રેસ બાલાનતા જુલાઈ 2021માં એટલાટિકો ક્લબમાં જોડાયા હતા. અગાઉ તે કોલંબિયન ક્લબ ડિપોર્ટિવો કાલી સાથે સંકળાયેલા હતા. એન્ડ્રેસ બાલાન્ટાએ 2019 માં કોલમ્બિયન ક્લબ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કોલંબિયા ટીમ માટે ઇન્ડોનેશિયામાં અંડર-20 વર્લ્ડ કપ 2019 પણ રમ્યો હતો.