વડોદરા: વડોદરા જિલ્લાની વિધાનસભા બેઠક પર કોણ મતદારોને રીઝવીને ચૂંટણીનું મેદાન મારી લેશે તેની ગોઠવણોનો સમય આવી ગયો છે. ત્યારે વડોદરાની કોંગ્રેસના દબદબાવાળી બેઠક હાલમાં આ બેઠક પર 2017માં કોંગ્રેસમાંથી જીત મેળવનાર અક્ષય પટેલે કોંગ્રેસનો છેડો ફાડી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2020માં ફરી ભાજપ તરફથી ચૂંટણી લડી વિજેતા થયા હતાં. પરંતુ વર્ષ 2022 ની ચૂંટણીમા ફરી તેમને રિપીટ કરાતા ટિકિટ ના દાવેદાર સતીષ નિશાળિયાએ બળવાનું બ્યુગલ વગાડી સમગ્ર કરજણ તાલુકામા અને ભાજપામા હલચલ મચી ગઇ હતી આખરે બળવાખોર સતીષ નિશાળિયા એ હથિયાર હેઠા મૂકી દીઘા હતા.
હાલ ચૂંટણી પ્રચાર પૂર જોશમા ચાલુ છે. ત્યારે ભાજપાના ઉમેદવારને વિવિઘ વિસ્તારોમા પ્રચાર દરમ્યાન વિરોઘનો સામનો કરવો પડે છે. કારણ કે ત્યાં પાંચ વર્ષ દરમ્યાન કોઈ વિકાસના કામો થયા જ નથી. ઉમેદવારે માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે. જેનું ઉદાહરણ કરજણ તાલુકાનું ધામણજા ગામ છે. આ ગામના નાગરિકો કહે છે કે અમો અક્ષય પટેલને ઓળખતા નથી માત્ર તેઓ 2020ની પેટા ચૂંટણીમા આવેલા ત્યાર બાદ જોવા નથી મળ્યા ગામના મતદાર લક્ષમણ ભાઈ કહે છે કે અક્ષય પટેલ કોણ છે તે હું જાણતો નથી.
અને અમારા ગામમાં શૌચાલયની તકલીફ છે પરંતુ સરકારી એક પણ યોજનાનો લાભ અમને મળેલ નથી. રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી, ચોમાસામા તેમની હાલત કફોડી બની જાય છે. પરંતુ કોઈ જોવા આવતું નથી. ગામના સરપંચનો ફોન ક્યારેય અક્ષય પટેલ ઉપાડતા નથી. ગામની અનેક સમસ્યાની રજુઆત કરવા છતાં તેમનો કોઈ ઉકેલ આવેલ નથી. તેવું ગ્રામજનોએ સાફ શબ્દોમા જણાવ્યું હતું. એટલે આ વખતે અક્ષય પટેલ માટે કરજણ બેઠક લોઢાના ચણા ચાવવા સમાન બની રહે તો નવાઈ નહીં કારણ કે ઠેર ઠેર તેમનો વિરોઘ જોવા મળ્યો છે.
કરજણના ઉટીયા ગામની વેદના
ભાજપ સરકાર એક બાજુ વિકાસની વાતો કરતા હોય ત્યારે પોરની બાજુમાં આવેલા ઉટીયા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને ઉટીયા ગામ હાઇવે નંબર 48 થી દોઢ કિલોમીટર અંતર આવેલું છે.ઉટીયા ગામ ચાર જુથ પંચાયતમાં આવે છે રસુલપુરા, દોલતપુરા, ઉટીયા.કજાપુર, આ ચાર ગામની જૂથ પંચાયત ધરાવે છે… ઉટીયા ગામ અઢીસોથી વધુ વસ્તી ધરાવતું ગામ છે ત્યારે ઉટીયા ગામના લોકો પાયાની સુવિધાથી વંચિત જ્યારે ગામમાં કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામે તેના મૃત દેહ ને અગ્નિ દાહ આપવા માટે ઉટીયા ગામની અંદર સ્મશાન નથી.નથી સ્ટ્રીટ લાઈટ ની સુવિધા તથા અનેક આ ગામની પ્રજા ને પાયાની સુવિધા થી વંચિત છે જ્યારે ઉટિયા ગામની અંદર જ્યારે ચોમાસામાં પુર આવે ત્યારે ઉટિયા ગામ પાણી માં ગરકાવ થઈ જાય છે.અને ઉટિયા ગામની ભાગોળે લાઈટ ની ડીપી પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે.