Sports

FIFA વર્લ્ડ કપની વચ્ચે સ્પેનિશ કોચે સેક્સ વિશે આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: કતારમાં FIFA વર્લ્ડ કપ (FIFA World Cup) ચાલી રહ્યો છે. આખી દુનિયાની નજર અત્યારે કતાર પર ટકેલી છે. ટૂર્નામેન્ટ (tournament) શરૂ થયાને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે અને અત્યાર સુધીમાં ઘણી રસપ્રદ મેચો જોવા મળી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ખેલાડીઓ ((Players) તેમજ ફેન્સ (Fans) પર ઘણા પ્રતિબંધો (ban) લગાવવામાં આવ્યા છે. જેના કારણે વર્લ્ડ કપ જોવા આવેલા દર્શકો ઘણા નારાજ થયા છે. ફેન્સ માટે તેમજ ખેલાડીઓ માટે અલગ અલગ પ્રતિંબધો લગાવવામાં આવતા કેટલીક વસ્તુઓ વર્લ્ડ કપની ચર્ચામાં છે.

આ દરમિયાન આખી ટૂર્નામેન્ટ માટે અલગ-અલગ ટીમોએ પોતાના ખેલાડીઓ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. સ્પેનના કોચ લુઈસ એનરિકે (Luis Enrique) પોતાની ટીમના ખેલાડીઓ માટે સેક્સ માણવા પર કંઈક એવું નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

સ્પેનિશ ટીમના કોચ લુઈસે કહ્યું છે કે વર્લ્ડકપની મેચ પહેલા ખેલાડીઓ સેક્સ કરે છે તેમાં કંઈ ખોટું નથી. લુઈસના કહેવા પ્રમાણે, જો તમે તમારી પત્ની કે જીવનસાથી સાથે હોવ તો આમાં શું વાંધો છે, આ કોઈ રોક-ટોક વાળી વાત નથી. વર્લ્ડ કપમાં ખેલાડીઓ પ્રેશરમાં હોય છે અને જો ખેલાડી ફ્રેશ થવા માંગે છે તો એમાં ખોટું કઈ નથી.

લુઈસે કહ્યું કે જ્યારે હું ખેલાડી હતો ત્યારે પણ આ વસ્તુઓ અમારા માટે સામાન્ય હતી. તમને જણાવી દઈએ કે સ્પેને ફિફા વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી એક મેચ રમી છે, જેમાં તેણે કોસ્ટા રિકાને 7-0થી હરાવ્યું હતું. સ્પેનની આગામી મેચ 28 નવેમ્બરે જર્મની સામે યોજાવાની છે.

તમને જણાવી દઈએ કે આ વખતે કતારમાં ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે દુનિયાભરના ચાહકો નારાજ છે. કતારમાં આલ્કોહોલ, ધૂમ્રપાન અને સેક્સ સંબંધિત અલગ-અલગ પ્રતિબંધો છે. છોકરીઓના ટૂંકા કપડા પહેરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સ્પેનની ટીમમાં ફેરાન ટોરેસ, ડેની ઓલ્મો, માર્કો, કાર્લોસ સોલર અને અલ્વારો મોરાટા જેવા મોટા ખેલાડીઓ સામેલ છે. જો કે ખાસ વાત એ છે કે સ્પેનના સ્ટાર ખેલાડી ફેરાન ટોરેસ પોતાના કોચ લુઈસ એનરિકની પુત્રીને જ ડેટ કરી રહ્યો છે, ફેરાને આ વાતનો ખુલાસો વર્લ્ડ કપ પહેલા કર્યો હતો.

Most Popular

To Top