ડેડિયાપાડા: Dediapada) ડેડિયાપાડા પાસે હાઈવે (Highway) ઉપર આવેલી રામેશ્વર હોટેલના (Hotel) ગેસ્ટ હાઉસમાં (Guest House) રોકાયેલા ચાર ઈસમે રાત્રિના સમયે દારૂનો (Alcohol) સંગાથ કરીને પીધેલી હાલતમાં એકબીજા સાથે જાહેરમાં મારામારી (Fighting) કરી હતી. શાંતિ-સુલેહનો ભંગ કરતા ચાર ઈસમ વિરુદ્ધ મેનેજરે ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.
- ડેડિયાપાડાની રામેશ્વર હોટલ બહાર દારૂ પીધેલી હાલતમાં મારામારી કરતાં ચાર વિરુદ્ધ ફરિયાદ
- હોટેલ બહાર ઓટલા પર પડેલી ખુરશીઓ વડે જાહેરમાં એકબીજા સાથે મારીમારી
- શાંતિ-સુલેહનો ભંગ કરતા ચાર ઈસમ વિરુદ્ધ મેનેજરે ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રામેશ્વર હોટલના મેનેજર મહેશ અમરસિંગ વસાવાએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ 24 નવેમ્બરે રાત્રે આશરે દશેક વાગ્યાના સમયગાળામાં હોટેલના ગેસ્ટ હાઉસના રૂમ નં.4 અને 7માં રોકાયેલા (૧) વરીન્દરપાલ સીંગ જાગીર સિંગ, (૨) જશવંત સીંગ કેહરિંગ, (૩) સરબજીત સીંગ પરમજીત સીંગ બુલ્લર તથા તેમજ એક બાળ ગુનેગાર (તમામ રહે., ગુરુ ટેગ બાદર નગર, સ્ટ્રીટ નં.૧-સી, કોટકપુર રોડ, મુક્તસર, તા.જિ.મુખ્તસર સાહીબ, પંજાબ) તેમની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા. અને તેઓ હોટેલના ગ્રાઉન્ડમાં તેમની ગાડી પાર્ક કરી ગાડીમાંથી બહાર નીકળી હોટેલના ગ્રાઉન્ડમાં એકબીજા સાથે બોલાચાલી કરી હોટેલ બહાર ઓટલા પર પડેલી ખુરશીઓ વડે જાહેરમાં એકબીજા સાથે મારીમારી કરી હતી.
આથી મહેશ વસાવા હોટેલની બહાર જોવા માટે નીકળતા અને બહાર જઇ જોતાં આ તમામ મોટા અવાજે બૂમાબૂમ કરી જાહેરમાં મારામારી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોય તેમણે પોતાના મોબાઇલ ફોનથી ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફોન કર્યો હતો. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફે આવી જઈ ચાર ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઔરંગાબાદથી ટ્રેનમાં બેસી નીકળેલી માનસિક બીમાર મહિલાને બારડોલીની 181 અભયમ ટીમે આશ્રય આપ્યો
અનાવલ: મહુવાના ડુંગરી ગામમાં એક માનસિક રીતે અસ્વસ્થ મહિલા જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેનમાં બેસી મહારાષ્ટ્રથી નીકળી આવેલા માનસિક રીતે અસ્થિર મહિલાને 181 બારડોલીની અભયમની ટીમે મહુવા પહોંચી આશ્રય આપ્યું હતું. અને તેણીના પરિવારને શોધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાલુકાના ડુંગરી ગામમાં એક માનસિક રીતે બીમાર મહિલા સવારે જોવા મળી હતી. જે મહિલા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા 181 બારડોલી અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. 181ની ટીમ તાત્કાલિક ડુંગરી ખાતે પહોંચી હતી. અને મહિલાને આશ્વાસન આપી પૂછતાં તેઓએ મરાઠી ભાષામાં વાતચીત કરી હતી. મહિલાને સરનામું પૂછતાં તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના સરાથી ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને મહિલા માનસિક રીતે બીમાર હોઈ અને ટ્રેનમાં બેસી મહારાષ્ટ્રથી નીકળી મહુવા સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. 181ની ટીમ દ્વારા તેમના પરિવારને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે, હાલ પરિવારની કોઈ માહિતી ન મળતાં મહિલાને પ્રભુ સેવા ટ્રસ્ટમાં આશ્રય આપવામાં આવ્યો હતો.