નવસારી : (Navsari) રાજ્યમાં નવજાત બાળકીને (New Born Baby) ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ અજાણ્યાઓ માત્ર થોડા દિવસોની બાળકીને મંદિરમાં (Temple) કચરામાં છોડી જતા રહે છે. કેટલાક કિસ્સામાં ત્યજી દેવાયેલા બાળકોના મોત (Death) નિપજ્યુ છે. આવા માતા કે પિતા સામે લોકોમાં ભારે રોષ હોય છે. નવસારીમાં પણ આજે એક ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવસારી તાલુકાના કસ્બા ગામે આવેલ મંદિરમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. બાળકી મંદિરમાં રડી રહી હતી. જેનો રડવાનો અવાજ સાંભળી ગામના યુવાન મંદિરે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે એકલી બાળકીને જોઈ હતી. જેથી તેમણે ત્યજી દેવાયેલી નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાલ નવજાત બાળકીની સારવાર ચાલી રહી છે.
માર્ગ અકસ્માતમા માર્યા ગયેલા મૃતકોને ડાંગમાં શ્રદ્ધાંજલિ
સાપુતારા : ‘વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓએ માર્ગ અકસ્માતમા મૃત્યુ પામતા મૃતકો પ્રત્યે સંવેદનાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માર્ગ અકસ્માતો અટકાવવા તથા રોડ સેફ્ટીના નિયમોનુ પાલન કરવા બાબતે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા માટે word Day of Remembrance (વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ) મનાવવામા આવે છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાના વડપણ હેઠળ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ દ્વારા તા.20 મી નવેમ્બર, 2022 (રવિવાર) ના રોજ સવારે 11 વાગ્યે પોતપોતાની કચેરીઓમાં, માર્ગ અકસ્માતોમા મૃત્યુ પામેલા મૃતકો માટે બે મિનિટનુ મૌન પાડી, રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોના પાલન માટે શપથ ગ્રહણ કર્યા હતા.
કાર ચાલકે ટક્કર મારતા દૂધ ભરવા જઇ રહેલા બાઇક ચાલકનું મોત
ઘેજ : ચીખલીના સાદડવેલ ગામે દૂધ ભરવા જઇ રહેલા શખ્સને કાર ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદડવેલ વાંજરી ફળીયા ખાતે રહેતા અશોક મંગુભાઇ પટેલ સોમવારની સવારના સાડા સાતેક વાગ્યાના સમયે પેશન મોટર સાયકલ લઈ ગામમાં દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે ગયા હતા. દરમ્યાન સાદડવેલ ભૂમિ એગ્રોની સામે આવતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર નં. જીજેના ચાલકે અશોક પટેલની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા જેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.