Business

ટાટા સન્સના આ મર્જર પછી એરઈન્ડિયા દેશની બીજા નંબરની સૌથી મોટી એરલાઈન્સ કંપની બનશે

નવી દિલ્હી: દેશની જાણીતી કંપની ટાટા (Tata) જૂથ દ્વારા પોતાના એરલાઈન્સ (Airlines) બિઝનેસમાં મોટા ફેરફારની યોજના બનાવવામાં આવી છે. ટાટા સન્સ (Tata Sons) હવે તેની તમામ એરલાઈન્સને એર ઈન્ડિયાની (Air India) છત્રછાયા હેઠળ લાવી શકે છે. હાલમાં ટાટા જૂથ એર વિસ્તારા (Air Vistara), એર એશિયા (Air Asia) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)ની ત્રણ કંપનીઓ છે. અહેવાલો અનુસાર, આ ત્રણેય કંપનીઓને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો ટાટા સન્સનું આ આયોજન સફળ થશે તો એર ઈન્ડિયા બજાર હિસ્સાની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની બની જશે.  

ટાટાએ સિંગાપોર એરલાઇન્સ સાથે ચર્ચા કરી
ટાટા જૂથે આ મામલે સિંગાપોર એરલાઈન્સ સાથે ચર્ચા કરી છે અને તે વિસ્તારાને ટાટા સાથે મર્જ કરવા સંમત થઈ છે. સિંગાપોર એરલાઇન્સ ટાટા ગ્રૂપની એર વિસ્તારા કંપનીમાં ભાગીદાર છે. આ મર્જર પછી એર વિસ્તારાને ચલાવતી કંપની ટાટા સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયા સાથે મર્જ થઈ શકે છે. 

મર્જર પછી શું થશે?
આ મર્જર પછી એર ઈન્ડિયા હેઠળ સસ્તી અને ફુલ સર્વિસ આપતી એરલાઈન કંપની બની શકે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. એર વિસ્તારા અને એર ઈન્ડિયા ટૂંક સમયમાં કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી શકે છે. જો કે ટાટા સન્સ અને એર વિસ્તારાએ હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. 

એર વિસ્તારામાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો ઘટશે
હાલમાં, સિંગાપોર એરલાઇન્સ વિસ્તારાની મૂળ કંપની ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ મર્જરની પ્રક્રિયા હેઠળ, વિસ્તારામાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો ઘટાડીને 20 પર લાવી શકાય છે. આ પ્રક્રિયા અંતર્ગત વિસ્તારાના કેટલાક બોર્ડ સભ્યોને એર ઈન્ડિયાના બોર્ડમાં સામેલ કરવાની યોજના છે. ટાટા સન્સ વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે.

2021માં ટાટા જૂથે 1800 કરોડમાં એરઈન્ડિયા કંપની સરકાર પાસે ખરીદી હતી
ગયા વર્ષે તા. 8 ઓક્ટોબર 2021ના રોજ ટાટા કંપનીએ સરકાર પાસેથી વિધિવત્ રીતે રૂપિયા 1800 કરોડમાં એરઈન્ડિયા કંપની ખરીદી હતી. 68 વર્ષ બાદ ટાટા જૂથ એરઈન્ડિયાનું ફરી માલિક બન્યું હતું. એરઈન્ડિયાને 1932માં ટાટા જૂથ દ્વારા ટાટા એર સર્વિસ શરૂ કરાઈ હતી જે બાદમાં ટાટા એરલાઈન્સ બની હતી. 29 જુલાઈ 194ના રોજ તે પબ્લિક લિમીટેડ કંપની બની હતી. 1953માં સરકારે ટાટા એરલાઈન્સને હસ્તગત કરી લેતા તે સરકારી કંપની બની હતી.

Most Popular

To Top