વડોદરા: વાઘોડિયા રોડ પર રહેતા યુવકને જગ્ગુ સહિતના ત્રીપૂટી ગંભીર રીતે માર મારી તેના ખિસ્સામાંથી રૂા.10 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. પરંતુ પોલીસે હુમલાખોર ત્રિપૂટી સામે માત્ર ઇપીકો કલમ 323,325,114 જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. પથારી વશ યુવકે પોલીસ પાસે ન્યાય મેળવવા માટે પુકાર લગાવી છે. વાઘોડિયા રોડ પર આવેલા નવનીત વિલા ફ્ટેલમાં રહેતા કુણાલ રમેશભાઇપટેલ (ઉંવ. 40) એક નવેમ્બરના રોજ ઘરે હતા. ત્યારે સાંજે રાજેશ અભેસિંગ ચાવડાના સાળા નિકુંજે કુણાલભાઇ પર ફોન કરી વાતચીત કરવા માટે સવિલા હોસ્પિટલ પ્રધાનમંત્રી આવાસના મકાન પાસે બોલાવ્યા હતા. જેથી તેઓ તેમના દત્તક લીધેલા પુત્ર સાથે પહોંચી બાકડા પર બેસી નિકંજુ સાથે વાતચીત કરતા હતા.
તે દરમિયાન રાજેશ ચાવડા ઉર્ફે જગ્ગુ અન્ય એક વ્યક્તિ સાથે આવીને તેમના પર બેઝ બોલની સ્ટીકથી તેમના પર હુમલો કરી તેમના હાથ પગ તોડી નાખ્યા હતા. જેથી તેમને શરીરમાં 4 ઓપરેશન થયા છે. જેની ફરિયાદ પાણીગેટ પોલીસે 10 નવેમ્બરે રાત્રી નોંધી હતી. પરંતુ પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓનો લૂલો બચાવ કર્યો હોય તેમ માત્ર ઈપીકો કલમ 323,325,114 જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. જોકે ભોગ બનનાર બૂમો પાડા પાડીને કહી રહ્યો છે હુમલાખોર ત્રિપૂટીએ મારી મારી ખિસ્સામાંથી રૂા.10 હજાર લૂંટી લીધા હતા છતા પોલીસ દ્વારા લૂંટની કલમ 392,394 અને 395 દાખલ કરી નથી આખરે પોલીસ દ્વારા નિરસતા સાથે કાર્યવાહી તો શરૂ કરવામા આવી છે પરંતુ ફરિયાદ નોંધાયાના 5 દિવસ થવા આવ્યા હોવા છતાં જગ્ગુ સહિતના ત્રણ પૈકી એકપણ આરોપીઓને પોલીસ પકડી શકી નથી.
યુવક હુમલો કરનાર આરોપીના મોબાઇલ ચાલુ થતા તપાસ શરૂ
યુવક પર હુમલો કરનાર જગ્ગુ સહિતના આરોપીઓના મોબાઇલ ફોન ચાલુ થયા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી ડિસ્ટાફના જવાનો તેમના લોકેશનના આધારે તપાસ કરમા માટે મોકલવામાં આવ્યા છે.
-એસ.એ.ગોહિલ, પાણીગેટ પીઆઇ
આંખે જોનાર બે વ્યકિતના આઇ વિટનેશ તરીકે નિવેદન લેવાશે
વાઘોડિયા રોડ જ્યાં યુવક પર હુમલો કર્યો હતો. તે ઘટના સ્થળ જેમની સામે યુવકને માર મારવામાં આવ્યો હતો. ત્યારે બે વ્યક્તિ દુકાનમાં હતા. જેથી તે લોકો તે બંને લોકો આઇ વિટનેશ તરીકે નિવેદન લેવામાં આવશે. જેથી જો ઘટનામાં એવિડન્સ મળશે તો લૂંટની કલમનો ઉમેરી તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. – યશપાલ જગાણીયા, ડીપીસી ઝોન -4