નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને (Team India) 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ઈંગ્લેન્ડ (England) સામેની સેમીફાઈનલ (Semi final) મેચ (Match) પહેલા એડિલેડમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન (Indian Captain) રોહિત શર્મા (Rohit Sharma) પ્રેક્ટિસ સેશન (Practice) દરમિયાન ઈજાગ્રસ્ત (Injured) થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના જમણા હાથમાં ઈજા થઈ છે. જો કે આ ઈજા કેટલી ગંભીર છે તેનો રિપોર્ટ સામે આવ્યો નથી.
ઈજા થતાંની સાથે જ પ્રેક્ટિસ છોડી દીધી
રોહિતને થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ એસ રઘુ નેટ પર પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. આ દરમિયાન એક બોલ રોહિતના જમણા હાથ પર વાગ્યો હતો. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં જ તરત જ બેટિંગ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. ઈજા બાદ રોહિત આઈસ પેક લઈને બેઠો જોવા મળ્યો હતો. રોહિત શર્માના ઇશારાથી સ્પષ્ટ છે કે તે ખૂબ જ પીડામાં હતો.
જો ઈજા ગંભીર થશે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે
જો કેપ્ટન રોહિત શર્માની ઈજા ગંભીર બની જાય છે તો તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો કે થોડીવાર બાદ તે પ્રેક્ટિસ મેદાનમાં ઉતર્યો હતો. તેથી કહી શકાય કે ઈજા એટલી ગંભીર નહોતી. તેણે ફરીથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રેક્ટિસ સેશન બાદ રોહિતનું ટેસ્ટ થઈ શકે છે. ત્યાર બાદ જ ઈજાની વિગતો વિગતવાર જાણી શકાશે.
10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ એડિલેડમાં 10 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ સુપર-12માં ગ્રુપ-2માં ટોપ પર હતી. તેણે પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી.
T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાને ગ્રુપ Bમાંથી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ગ્રુપ Aમાંથી પહોંચી ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બી ગ્રુપમાં ટીમ ઈન્ડિયાના સૌથી વધુ 8 પોઈન્ટ છે. ભારતે 5માંથી ચાર મેચ જીતી છે. તેને આફ્રિકાના હાથે જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાનના 6 પોઈન્ટ છે. પાકિસ્તાને 5માંથી 3 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે સેમીફાઈનલમાં વિજેતા ટીમ વચ્ચે ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે. આ મેચ મેલબોર્નમાં રમાશે.