World

અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, ફિલાડેલ્ફિયામાં 10 લોકોને ગોળી મારી

નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયાના (Pennsylvania) ફિલાડેલ્ફિયામાં (Philadelphia) એક બારની બહાર 10 લોકો પર ફાયરિંગ (Firing) કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ફાયરિંગના કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. પ્રાથમિક માહિતી અનુસાર આ ફાયરિંગમાં 10 લોકોને ગોળી વાગી છે.

ફાયરિંગની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. આરોપીની શોધ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં બની છે. અહીં એક બારની બહાર ઓછામાં ઓછા 10 લોકોને ગોળી મારી દેવામાં આવી છે. ઘટના શનિવાર રાતની જણાવવામાં આવી રહી છે.

ફાયરિંગની ઘટના કેન્સિંગ્ટન અને એલેગેની એવેન્યુ વિસ્તારમાં એક બાર પાસે બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ઘટનાની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.

આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં ઑફ ડ્યુટી પોલીસ અધિકારી પણ સામેલ છે. આ ઘટના નોર્થ કેરોલિનાના રેલેની છે. નોર્થ કેરોલિનાના મેયર એન બાલ્ડવિને આ માહિતી આપી હતી.

ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, મેયરે જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યે ન્યુસ નદી ગ્રીનવે પાસે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલાખોર ગોરો સગીર હોવાનું કહેવાય છે, જેની ઉંમર 13 થી 16 વર્ષની વચ્ચે છે. તેની પાસે લાંબી બંદૂક હતી. પીડિતોને સારવાર માટે વેકમેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સોમાલિયામાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 15થી વધુનાં મોત
નવી દિલ્હી: સોમાલિયાની (Somaliya) રાજધાની મોગાદિશુમાં એક સૈન્ય મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb explosion) ઓછામાં ઓછા 15 લોકો માર્યા (Death) ગયાની માહિતી મળી આવી છે. મળતી માહિતી મુજબ ઉગ્રવાદી જૂથ અલ-શબાબને આ આત્મઘાતી હુમલા (Attack) માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. જો કે આ હુમલા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. જાણકારી મળી આવી છે આ જૂથ પર ગયા અઠવાડિયે બે કાર બોમ્બ વિસ્ફોટ કરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

Most Popular

To Top