તેજીનો વક્કર નિફટીને મજબૂત અપવર્ડ ડ્રાઇવ જાળવી રાખવામાં મદદ કરી રહ્યા છે પરંતુ પ્રવાહો કંઇક થાકેલા જણાય છે. અચાનકનું ઇન્ટ્રાડે કોલેપ્સ કંઇક મંદી નોતરી રહ્યું છે. હાલની કુલ એકંદર ગતિવિધિ અને લાગણી ઉત્સાહભરી છે પરંતુ પોઝિટિવ વાઇબ્સને અચાનક તાણનો અનુભવ થયો તેથી કેટલોક અચકાટનો માહોલ શરૂ થયો છે. કોઇ ન્યૂઝ ટ્રિગરના અભાવને કારણે શેરલક્ષી ગતિવિધિ સર્જાઇ છે. અલબત્ત, થોડા ખંચકાટ છતાં તેજીની છાવણીવાળાઓ તેજીનો માહોલ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
જયારે સૂચકઆંકો રેન્જ બાઉન્ડ રહેવાનું શરૂ થયું છે અને શેરલક્ષી અભિગમ બજાર પર પકડ જમાવવા માંડયું છે ત્યારે ટ્રેડરો અને ઇન્વેસ્ટરોએ તેમનો વ્યુહ નવેસરથી ગોઠવવાની જરૂર છે. મિડ અને સ્મોલ કેપ શેરોમાં જોશભર્યું વાતાવરણ ચાલુ રહેશે. જેમાં તમામ સેકટરોમાં ઉત્સાહભર્યું છૂટક પાર્ટીસિપેશન જોવા મળી રહ્યું છે. પ્રવાહોનું વલણ જોતા હાલ થોડા દિવસ બજાર કઇ રીતે ચાલે છે તેના પર નજર રાખવાની જરૂર છે. વૈશ્વિક બજારો પણ રિકવરીના મોડમાં છે અને તેની હકારાત્મક અસર પણ સ્થાનિક બજારો પર થઇ રહી છે. આરએસઆઇ ચાર્ટસ પર કોઇ ડાઇવર્જન્સના સંકેતો દેખાયા નથી તે સૂચવે છે કે લોંગ બાયસ જાળવી રાખવા માટે આપણે પુલબેકસની રાહ જોવી જરૂરી છે.
ઇન્ટ્રાડે ચાર્ટમાં દર્શાવ્યું છે તે પ્રમાણે કિંમતો સપોર્ટ ટ્રેન્ડ લાઇનની સાથે ચાલતી જણાય છે જે લોઅર લેવલો પર માગ ચાલુ રહેવાનું સૂચવે છે. એકશન ડેટા તરફ જોતા જણાય છે કે પ્રવાહો મૂંઝાયેલા છે અને સપોર્ટ ટ્રેન્ડ લાઇન તૂટે તેવી શકયતા ઘણી છે. આ ક્ષણે OI ડેટા દર્શાવે છે કે ટ્રેન્ડસ 17700 અને 17800ની વચ્ચેની સાંકડી રેન્જમાં સપડાયા છે. આગામી દિવસો માટે નિફટીનો ઇમિડિયેટ ટાર્ગેટ 18300ની આસપાસનો હોવો જોઇએ, જયારે સપોર્ટસ અથવા ડીપ્સ 17500 સુધી રહી શકે.
મેકસીમમ પેઇન પોઇન્ટ નિફટી માટે 17700 અને બેંક નિફટી માટે 41700 ચાલુ રહે છે. આગામી સપ્તાહમાં બજારની લાગણી બુલીશ હોવા છતાં પ્રવાહો સ્પષ્ટ બને તે માટે કેટલાક પોઝિટિવ ટ્રીગરોની જરૂર રહેશે.