ભરૂચ: સુરતના (Surat) એક શખ્સને માથે દેવું (Loan) વધી જતાં બાઈક (Bike) લઈને ભરૂચના (Bharuch) સરદાર બ્રિજ (Sardar Bridge) પર પહોંચી ગત રાત્રીના મોતની (Death) છલાંગ (Jump) લગાવી હતી. જોકે સદનસીબે આ યુવક તણાતો તણાતો ખાલપીયા ગામ નજીક ચાલી રહેલા બુલેટ ટ્રેન (Bullet Train) બ્રિજની કામગીરીનો એંગલ પકડી લેતાં ત્યાં કામ કરતા સ્થાનિકોએ તેને અથાગ પ્રયત્ને બચાવી બહાર કાઢ્યો હતો. સ્થાનિકોએ બનાવની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી કરતા તેઓ ૧૦૮ મારફતે તેને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો.
- પાનનો ગલ્લો ચલાવતા સુરતના યુવકે માથે દેવું વધી જતા આત્યંતિક પગલું ભર્યું
- અલ્પેશ કથરોટીયા નામના યુવકે ભરૂચના સરદાર બ્રિજ પરથી નર્મદામાં મોતની છલાંગ લગાવી
- કૂદકો માર્યા બાદ ગભરાયેલા યુવકે બચાવો બચાવોની બૂમો પાડી
- ખાલપીયા પાસે બુલેટ ટ્રેનના બ્રિજની એંગલ પકડી લટકી ગયો
- બુલેટ ટ્રેનના કામદારોએ હાઈડ્રો મશીનથી બ્રિજની પ્લેટ ઊંચકી બચાવ્યો
જેને રામ રાખે તેને કોણ ચાખે… આ વાત ફરી એકવાર સાચી પડી છે. સુરતના 42 વર્ષીય અલ્પેશ કથરોટિયા નામક યુવક પાનનો ગલ્લો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ માથે દેવું વધી જતાં જીવનથી કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવક પોતાની બાઈક લઈને મંગળવારે રાત્રીના સમયે ભરૂચના સરદાર બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અલ્પેશે નર્મદા નદીમાં મોતની છલાંગ ભલે લગાવી હતી. નદીના વહેણમાં તે તણાયો હતો. જો કે નર્મદા નદીમાં તણાતા ગભરાઇને અલ્પેશે બચાવો,બચાવોની બુમો પાડવા લાગ્યો હતો.
રાત્રીના સમયે આસપાસ કોઈ નહીં હોવાના કારણે તે ભરૂચના સરદાર બ્રિજથી તણાતો તણાતો છેક અંકલેશ્વર નજીક આવેલા ખાલપીયા પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરીના સ્થળે પહોંચ્યો હતો.આ સમયે તેણે હાથમાં લોખંડની એંગલ પકડી લેતા અને બુમો પાડતા બુલેટ ટ્રેનના બ્રિજ પર કામ કરતા માણસોએ એનો અવાજ સાંભળતાં દોડી આવ્યા હતાં. કામગીરી કરતા કામદારોએ તાત્કાલિક બ્રિજ પરથી હાઈડ્રો મશીનની મદદથી પ્લેટ ઉંચકી અલ્પેશને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. સમગ્ર બનાવની સ્થાનિકો સામાજીક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરતા તેઓ તેમની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સને ખાલપીયા ગામે બોલાવી સારવાર અર્થે યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલમા મોકલ્યો હતો.