Business

CNGની કિંમતમાં વધારોઃ દેશના આ શહેરોમાં ડીઝલથી મોંઘુ થયું CNG

દેશમાં પેટ્રોલ અને ડીઝલની (Petrol And Diesel) અસાધારણ રીતે વધી રહેલી કિંમતો વચ્ચે સીએનજી (CNG) સસ્તા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં જે રીતે સીએનજીના ભાવમાં આગ લાગી છે ત્યારથી તેના પરથી પણ સસ્તાનું ટેગ પણ હટવા લાગ્યું છે. એક સમયે પેટ્રોલની (Petrol) અડધી કિંમતે મળતું સીએનજી હવે તેની સાથે સ્ટેપ બાય સ્ટેપ ચાલી રહ્યું છે. બીજી તરફ દેશના કેટલાક શહેરોમાં સીએનજીની કિંમત ડીઝલ કરતા પણ વધી ગઈ છે. સામાન્ય રીતે સીએનજી કે ડીઝલ કાર પેટ્રોલ કાર કરતા 1 લાખ રૂપિયા મોંઘી હોય છે. આવી સ્થિતિમાં હવે લોકો પૂછી રહ્યા છે કે જ્યારે અમારે પેટ્રોલ જેટલી જ કિંમત ચૂકવવી પડતી હોય તો અમારે સીએનજી વાહન (CNG Vehicle) શા માટે ખરીદવું.

આ શહેરોમાં ડીઝલ કરતાં સીએનજી મોંઘુ
શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં CNG અને PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 3 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 78.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દિલ્હીમાં તમે CNG સસ્તું કહી શકો છો પરંતુ અન્ય શહેરોમાં એવું નથી.

2021થી CNG 80 ટકા મોંઘુ થઈ ગયું છે
એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં દિલ્હીમાં CNGની કિંમતમાં 35.21 રૂપિયા પ્રતિ કિલો (લગભગ 80 ટકા)નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે PNG વિશે વાત કરીએ તો ઓગસ્ટ 2021 થી અત્યાર સુધીમાં તેની કિંમત દસ ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન PNGની કિંમત SCM દીઠ રૂ. 29.93 (લગભગ 91 ટકા) વધારવામાં આવી છે.

ક્યાં કેટલી કિંમત
દિલ્હી CNG કિંમત: 78.61/kg
નોઇડા CNG કિંમત: 81.17/કિલો
ગ્રેટર નોઇડા CNG કિંમત: 81.17/કિલો
ગુરુગ્રામ CNG કિંમત: 86.94/kg

નેચરલ ગેસનો ભાવ રેકોર્ડ ઉંચો
નોંધનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કર્યો હતો. આના કારણે તેની કિંમત સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ. નેચરલ ગેસના ભાવમાં વધારા બાદ સીએનજીના ભાવમાં વધારાની અટકળો ચાલી રહી હતી. જણાવી દઈએ કે કુદરતી ગેસનો ઉપયોગ ખાતર, વીજળી ઉત્પાદન અને CNG ના રૂપમાં વાહનના બળતણ અને રસોઈ માટે રાંધણ ગેસ તરીકે થાય છે.

Most Popular

To Top