Entertainment

સલમાન-ચિરંજીવીની ફિલ્મ ‘ગોડફાધર’એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી

તેલુગુ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવી (chijanjivi) માટે ગોડફાધર (God Father) બોલ્ડ પસંદગી હતી. જો કે ચિરંજીવી હંમેશા તેલુગુ સિનેમામાં ‘મસાલા મૂવીઝ’ કરવા માટે મોખરે રહ્યા છે જેઓએ છેલ્લા ચાર દાયકાથી દર્શકોનું મનોરંજન (Entertainment) કર્યું છે. તેમના ડાન્સથી લઈને તેમના ડેરડેવિલ એક્શન સીન્સ, તેમની બહાદુરી, કોમેડી અને તેમનો સ્વભાવ. દર્શકોને તેમની ફિલ્મમાં બધું જ જોવા મળે છે. મેગા સ્ટારની (Mega Star) દરેક સ્ટાઇલ દર્શકોને (Audience) ખૂબ જ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે ગોડફાધર સાથે ચિરંજીવીએ દર્શકો સામે સંપૂર્ણપણે નવો અવતાર રજૂ કર્યો છે. તેમના ચાહકો તેમના મનપસંદ કલાકારના આ જબરદસ્ત અવતારને જોઈ પાગલ થઈ રહ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાં 38 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં ચિરંજીવી અને સલમાન ખાન એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળ્યા હતા.

  • તેલુગુ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરે ધૂમ મચાવી દીધી
  • ચિરંજીવીએ દર્શકો સામે સંપૂર્ણપણે નવો અવતાર રજૂ કર્યો
  • ફિલ્મમાં ચિરંજીવી અને સલમાન ખાન એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળ્યા
  • ચિરંજીવીએ દર્શકો સામે સંપૂર્ણપણે નવો અવતાર રજૂ કર્યો છે, તેમના ચાહકો તેમના મનપસંદ કલાકારના આ જબરદસ્ત અવતારને જોઈ પાગલ થઈ રહ્યા છે

ચિરંજીવે આ ફિલ્મ માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તીવ્રથી લઈને આક્રમક ભૂમિકાઓ અને તેનો જબરદસ્ત સ્વેગ તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. આ ફિલ્મમાં શક્તિશાળી બ્રહ્મા તરીકે ચિરંજીવી ઉત્તરના દર્શકો માટે એટલા જ નવા છે જેટલા દક્ષિણના દર્શકો માટે છે. મેગા સ્ટારે ચિરંજીવ ‘બ્રહ્મા’ના પાત્ર માટે આખી જીંદગી લગાવી દીધી છે. ગોડફાધર એક જબરદસ્ત ફિલ્મ છે જેમાં કોઈ રોમેન્ટિક રસ તો નથી પરંતુ ચિરંજીવીની જબરદસ્ત મજબૂત સ્ક્રીન હાજરી અને ‘સ્વેગ’ એ દિલ જીતી લીધા છે.

નયનતારા ફિલ્મના પહેલા ભાગમાં એક નાનકડી ભૂમિકામાં દેખાય છે પરંતુ ઇન્ટરમિશન પછી તેણીની હાજરી નોંધપાત્ર છે. તેણીની કાસ્ટિંગ ફિલ્મના આકર્ષણમાં વધારો કરે છે. સેકન્ડ હાફમાં એવી કેટલીક ક્ષણો છે જે સમજાવે છે કે શા માટે તેને સાઉથ સિનેમામાં લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે. આ ફિલ્મમાં ચિરંજીવી અને સલમાન ખાન એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળ્યા જે પોતે જ ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ હતી. બે ઉત્કૃષ્ટ કલાકારો સાથે દિગ્દર્શક મોહન રાજાએ સ્ક્રીન પર જાદુ લાવ્યો છે જે ચાહકોને જોવાની અપેક્ષા છે. સુપરસ્ટાર્સનો આ જાદુ તાજેતરમાં પણ જોવા મળ્યો જ્યારે આ બંને મોટા સ્ટાર્સ ફિલ્મના હિન્દી ટ્રેલર લોન્ચ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે બંનેનું સ્વાગત કર્યું. આ પછી બંને સ્ટાર્સ ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા.

ગોડફાધરનું સંગીત એસએસ થમને આપ્યું છે. થમનનો શાનદાર બેકગ્રાઉન્ડ સ્કોર લોકોને પસંદ આવી રહ્યો છે. ટેકનિકલી ફિલ્મ પરફેક્ટ છે અને ડીઓપી નીરવ શાહ, જે ક્રિસ્ટોફર નોલાનની પસંદગી બની હતી જ્યારે તેણે ભારતમાં ટેનેટનું શૂટિંગ કર્યું હતું. તેમણે ફિલ્મના વિઝ્યુઅલ્સમાં ઉમેરો કર્યો છે. માર્તંડના વેંકટેશ દ્વારા સંપાદિત આ ફિલ્મના નેરેટિવમાં સુનીલ, બ્રહ્માજી, સમુતિરકાની, અનસૂયા જેવા ઘણા જાણીતા ચહેરાઓ છે જેમણે તેમના પાત્રને ન્યાય આપ્યો છે.

Most Popular

To Top