Dakshin Gujarat

બારડોલીમાં ફર્નિચરના વર્કશોપમાંથી ગેરકાયદે સાગી લાકડાંનો જથ્થો જપ્ત

બારડોલી: બારડોલીના (Bardoli) તેન (Ten) રોડ પર આવેલ એક ફર્નિચરની દુકાનમાં માંડવી વનવિભાગની ટીમ દ્વારા 69 હજારથી વધુના સાગી લાકડાંનો (teak Wood) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વનવિભાગે (Forest Deprtment) દુકાનમાંથી સાડા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગત મે મહિનામાં વિસ્તારમાંથી આશરે રૂ. નવ લાખથી વધુનો ગેરકાયદે લાકડાંનો જથ્થો માંડવી વનવિભાગે પકડી પાડ્યો હતો. આ ગુનામાં વન વિભાગની ટીમે કાળુ ગુનારામ સુથાર અને પ્રેમરાજ ડુંગરચંદ સાલવીની અટક કરી હતી.

  • આશરે રૂ. નવ લાખથી વધુનો ગેરકાયદે લાકડાંનો જથ્થો માંડવી વનવિભાગે પકડી પાડ્યો

દુકાનમાં તપાસ કરતાં 69200 રૂપિયાનો ગેરકાયદે સાગી લાકડાંનો જથ્થો મળી આવ્યો
પૂછપરછ દરમિયાન માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા કૈલાશ ચુનીલાલ સુથારનું નામ ખૂલ્યું હતું. વનવિભાગે કૈલાસની ધરપકડ કરી પૂછપરછ કરતાં કેટલોક જથ્થો બારડોલી ખાતે તેન રોડ પર આવેલા રવિ સી.એન.સી. એન્ડ મોલ્ડિંગ ફર્નિચર નામના વર્કશોપમાં આપ્યો હોવાની કબૂલાત કરી હતી. માંડવી વનવિભાગના અધિકારીઓએ બારડોલીની આ ફર્નિચરની દુકાનમાં તપાસ કરતાં 69200 રૂપિયાનો ગેરકાયદે સાગી લાકડાંનો જથ્થો મળી આવ્યો હતો.

વર્કશોપમાં ચોરીનો જેટલો જથ્થો આપવામાં આવ્યો હતો
વનવિભાગની ટીમ ને જોતાં વર્કશોપનો માલિક દિલખુશ સોહનલાલ સુથાર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. માંડવી વનવિભાગના આર.એફ.ઓ વંદાએ જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં ફર્નિચરના વર્કશોપનું નામ ખૂલતાં તપાસ હાથ ધરાઇ હતી. વર્કશોપમાં ચોરીનો જેટલો જથ્થો આપવામાં આવ્યો હતો તેમાંથી મોટા ભાગનો જથ્થો વેચી દેવાયો હતો. હાલ અમે લાકડાંનો બચેલો જથ્થો અને મશીનરી સહિત કુલ સાડા સાત લાખ રૂપિયાથી

પલસાણા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો
પલસાણા: કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે તાતીથૈયા ગામે બસ સ્ટેન્ડની સામે ૩ ઇસમ ચોરીની બાઇક સાથે ઊભા છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઇ વિકાસ લાલમની ગુપ્તા (ઉં.વ.૨૨), રામબાબુ ઉર્ફે ડાબલા રામલખન રાજપૂત (ઉં.વ.૧૯) તથા અનિલ ભગીરત દુદલીયા યાદવ અગાઉ પણ કડોદરા તેમજ પલસાણા વિસ્તારમાં ચોરીના ગુનામાં ઝડપાયા હતા. પલસાણા વિસ્તારમાંથી ચોરી કરેલી બાઇક નં.(જીજે ૦૫ એચબી ૪૮૬૮) કિંમત ૨૦ હજાર સાથે રીઢા ગુનેગારોને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top