Dakshin Gujarat

બારડોલીમાં શંકાશીલ પતિના ત્રાસમાંથી મહિલા અભયમ ટીમે પત્નીને ઉગારી

બારડોલી : મહિલા (Woman) અભયમની (Abhyam) ટીમે બારડોલીમાં (Bardoli) રહેતી પરિણીતાને તેના શંકાશીલ સ્વભાવના પતિના ત્રાસમાંથી ઉગારી બંને વચ્ચે સમાધાન કરાવતા એક સંસાર બચી જવા પામ્યો હતો.બારડોલીના એક ફળિયામાં રહેતી અને ગત ૨૨ વર્ષના લગ્ન જીવન દરમિયાન ત્રણ પુત્રીઓની માતા પોતે પુત્રીઓ સાથે અન્ય ઘરોમાં ઘરકામ કરી આજીવિકા રળી ગુજરાન ચલાવતી હતી. તેનો પતિ હંમેશા મોડો આવતો હતો. પતિ ઘરમાં થોડા ઘણા પૈસા આપતો હતો પરંતુ તેનો સ્વભાવ શંકાશીલ હોવાથી પત્નીને હંમેશા મ્હેણાં મારી ગમે તેમ બોલી માનસિક ત્રાસ ગુજરાતો આવ્યો

  • તેનો પતિ હંમેશા મોડો આવતો હતો. પતિ ઘરમાં થોડા ઘણા પૈસા આપતો હતો
  • ત્રણ પુત્રીઓની માતા પોતે પુત્રીઓ સાથે અન્ય ઘરોમાં ઘરકામ કરી આજીવિકા રળી ગુજરાન ચલાવતી હતી
  • પોતાની જવાબદારી નિભાવવા સાથે શંકા નહીં રાખવા સંમત થયો હતો.હતો.
  • બંને વચ્ચે સમાધાન કરાવતા એક સંસાર બચી જવા પામ્યો હતો

કાઉન્સિલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી
પત્નીના મોબાઈલમાં મેસેજ આવતા ત્યારે પણ મ્હેણાં ટોણા સાંભળવા મળતા પોતાની પત્નીને કામ ઉપર જવાની ના પાડતો હતો. ત્રણ પુત્રીઓના ભરણપોષણની જવાબદારી નિભાવવા મહિલાએ નાછૂટકે અન્યના ઘરે ઘરકામ કરવાની મજબૂરી જણાઈ હતી. પોતાના પતિના હર હંમેશના ઝઘડાઓ અને અપશબ્દોથીથી કંટાળી પત્નીએ છેવટે બારડોલી મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ ટીમને જાણ કરતા મહિલાની આપવીતી જાણી તેના પતિને બોલાવીને સમજાવટથી કામ લેતા અસરકારક કાઉન્સિલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને ભવિષ્યમાં પોતે પોતાની જવાબદારી નિભાવવા સાથે શંકા નહીં રાખવા સંમત થયો હતો.

પલસાણાની સગીરાને નજીકમાં રહેતો યુવક મહિલાની મદદથી ભગાડી ગયાની ફરિયાદ
પલસાણા : પસસાણાના પરીવારની સગીરા મનીષા (નામ બદલેલ છે) ઘરેથી ગુમ થઇ જતા પરીવારે શોધખોળ હાથધરી હતી. પરંતુ સગીરાની કોઇ ભાળ ન મળતા પરીવારે આ અંગે પલસાણા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમની નજીકમાં એક માસથી રહેવા આવેલો સનીર સત્યવાન (મુળ રહે. હરીયાણા) તથા મોનુ નામની મહીલા પણ સોસાયટીમાં ન મળતાં સગીરાના પરીવારે આ બંન્ને શકમંદોએ સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાની ફરિયાદ નોંધોવી હતી. ત્યારે પોલીસે આ અંગે ગુનો નોધી આગળની તજવીજ હાથધરી છે.

Most Popular

To Top