Gujarat

આજે 8 મહાનગરોમાં ભાજપની રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન

ગાંધીનગર :વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) નજીક આવતા હવે ભાજપ (BJP) એકદમ એકશન મોડમાં આવી ગયું છે. આવતીકાલે પ્રેદશ ભાજપના યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન કરાયું છે. જેમા સુરતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા અમદાવાદમાં કાંકરીયા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendr Patel) જોડાશે.પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના કાર્યક્રમોના ભાગરૂપે આ રન ફોર ડેવલોપમેન્ટ (Run For Development) યોજાનાર છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, ગાંધીનગર, જામનગર , જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે આ મેરેથોન યોજનાર છે. 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકામાં મેરોથોન દોડ યોજાશે, જેમાં એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે. મેરોથન દોડમાં 18 થી 25 વર્ષના યુવાનો વધુમાં વધુ જોડાશે. વલસાડની અંદર બીચ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદી ૩૦મી સપ્ટે.એ થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલ સેવાનો આરંભ કરાવશે
ગાંધીનગર : અમદાવાદના શહેરીજનો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવશે.મેટ્રો રેલની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તે લોકોની સેવા માટે તૈયાર છે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે.

વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે
જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.રૂા. 12925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ સામેલ છે.

રૂા. 5થી 25 સુધીની ટિકીટ
બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂા. 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

Most Popular

To Top