સુરતઃ શહેરના મધ્યમાં ધમધમતી પાંડેસરા જીઆઇડીસીમાં (Pandesara) હવા, પાણી અને જમીન પ્રદૂષિત બન્યાની વ્યાપક ફરિયાદો છતાં જીપીસીબીની (GPCB) લાચાર નીતિ જોવા મળી હતી. અંતે સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિતેલા સપ્તાહમાં પાંડેસરા જીઆઇડીસીમાં વિઝિટ (Visit) લીધી હતી.
શહેરમાં આજના સમયમાં માનવ શરીર અને પ્રકૃતિનો સૌથી મોટા દુશ્મન જો કોઈ હોય તો તે પાંડેસરા, સચિન અને કડોદરા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગકારો છે. ગણ્યાગાંઠ્યા ઉદ્યોગકારો જીપીસીબીના નોમ્સ અને પ્રદૂષણ બાબતે ધ્યાન રાખે છે. મોટા ભાગના ઉદ્યોગકારો માત્ર ને માત્ર નફો કમાવવા પ્રકૃતિ અને માનવ શરીરને જોખમમાં મૂકી રહ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે મોટો નફો મેળવવા ઘણા લોકો ટાયર અને કચરો બાળીને મિલો ચલાવે છે. જેને લીધે પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે આસપાસ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી કાળી મેશ ઊડી રહી છે. પાંડેસરા વિસ્તારમાં અગાઉ પણ બોઇલરમાં ચિંધી વાપરતી મિલો સામે હંગામો મચ્યો હતો. હજી પણ કેટલીક મિલો ખુલ્લેઆમ લાકડા અને પ્લાસ્ટિક વેસ્ટ નાંખી રહ્યા છે. પાડંસેરા જીઆઇડીસી વિસ્તારમાં આકાશ તરફ નજર કરો તો ઠેકઠેકાણે કાળા ધુમાડાના ગોટેગોટા ફરેલા જોવા મળતા હતા.
સતત વરસાદના કારણે પાકને ભારે નુકસાન
વલસાડ : વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લીલા શાકભાજીનો પાક લેતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. ભારે વરસાદના કારણે શાકભાજીના છોડોમાં નુકશાની થતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર સર્વે કરાવીને સહાય આપે એવી માંગ કરી છે.
છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો ભારે અસર પહોચવા પામી છે. સપ્ટેમ્બર મહિનામાં લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોન નુકશાન થવા પામ્યું છે. રિંગણ, મરચા, કાકડી, ભીંડા, ફ્લાવર જેવા શાકભાજીના છોડોમાં વધુ વરસાદના કારણે નુકશાની થવા પામી છે. સાથે પપૈયાના ઝાડોમાં પણ ભારે નુકશાન થવા પામ્યું છે. પપૈયાના ઝાડ વરસાદના કારણે જમીન દોષ થઈ જવા પામ્યા હતા. તો સાથે લીલા શાકભાજીના છોડોમાં ફૂગ આવી જતા ઝાડ પર આવતો પાક હવે નિષ્ફળ જશે. ભારે વરસાદના કારણે નાના ખેતરોમાં 50 હજારથી વધુનું નુકસાન મોટા ખેતરોમાં 2 લાખથી વધુનું નુકશાન ખેડૂતોને થતા ખેડૂતોએ હવે સરકાર પર આશ લગાવી છે કે સરકાર વહેલી તકે ખેડૂતોનું સર્વે કરાવી સહાય ચૂકવે એવી માંગ કરી છે. સાથે અગાઉ થયેલા સર્વેની સહાય હજુ સુધી નહીં ચૂકવતા એ સહાય પણ આપવામાં આવે એવી માંગ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.