Vadodara

પાલિકાની બેદરકારીથી રોગચાળાની ભીતિ

વડોદરા: હાલમાં જ ગણપતિ મહોત્સવ ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પાલિકા દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન માટે ત્રણ ઝોનમાં ચાર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. આજે ગણપતિ વિસર્જન થયાને ૧૪ દિવસ વીત્યા બાદ પણ વિસર્જન થયેલ મૂર્તિનું હજુ સુધી તેનું કોઈપણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી સોમાં તળાવ પાસે બનાવેલા કુત્રિમ તળાવમાં ખૂબ જ ખરાબ દુર્ગંધ મારે છે અને ગંદકી પણ એટલી બધી છે કે જેને લઇને રોગચાળો ફાટી નીકળવાની ભય વિસ્તારના લોકોને લાગી રહ્યો છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ગણપતિ મૂર્તિના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવા આવે છે જેને લીધી પૈસાનો વેડફાટ થાય છે અને પાલિકાની તિજોરી પર આર્થિક ભારણ વધી છે પરિણામે વિસ્તારના લોકોનું કહેવું છે કે જે ત્રણ ઝોનમાં ચાર કુત્રિમ તળાવ બનાવવામાં આવે છે જેને લીધે પાલિકાની તિજોરી પર આર્થિક ભારણ વધે છે. પરિણામે તેનું કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આજે ગણપતિ વિસર્જન થયા બાદ ૧૪ દિવસ વિતી ગયા છે ત્યારબાદ પાલિકા દ્વારા આ તળાવની વિસર્જન બાદ કોઈ તકેદારી લેવામાં આવી નથી. તેમાંથી એટલી દુર્ગંધ મારે છે કે ત્યાંથી પસાર થવા માટે મોં પર હાથ મુકવો પડે છે. અને જે વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તેની આસપાસ એટલી બધી ગંદકી છે જેથી વિસ્તારના લોકોમાં પણ રોગચાળો ફાટી નીકડવાનો ભય સતાવી રહ્યો છે. તેમને અનેકો વખત પાલિકામાં રજુઆતો કરવામાં આવી છે છતાં પણ તેમને આશ્વાસન જ આપવામાં આવે છે કે થઇ જશે તેમ જણાવી વિસ્તારના રહીશો દ્વારા મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top