સુરતીલાલાઓ તેમના ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતા છે. ખાણી-પીણીની સાથે સારી લાઇફસ્ટાઇલ પર પણ ખર્ચ કરવામાં પાછી પાની કરતાં નથી. જોકે હવે આજકાલની બિઝી લાઇફસ્ટાઇલ અને પોતાને માટે ફાજલ પડતાં સમયના અભાવને કારણે પોતાના ઘરમાં ફળવાતાં સમયનું મહત્ત્વ હવે ખૂબ વધી ગયું છે. જેને કારણે લોકોને ઘરમાં જ મળતી સુખ-સગવડોનું મહત્ત્વ પણ ખૂબ વધ્યું છે. શહેરનો સાધન સંપન્ન વર્ગ પોતાને તથા પરિવારને ઘરમાં જ ક્વૉલિટી-ટાઇમ, મનની શાંતી સાથે ભવ્ય લાઇફસ્ટાઇલ મળી રહે તેવું ઝંખતો હોય છે. હાલમાં જ સુરતમાં સંપન્ન થયેલા પ્રોપર્ટી ફેસ્ટમાં સુરતીઓમાં જે પ્રકારની લક્ઝરી રેસિડેન્શ્યલ પ્રોપર્ટીઝની ડિમાન્ડ જોવા મળી તેના પરથી તેમના ટેસ્ટ્સ એન્ડ પ્રેફરન્સીઝનો ખ્યાલ આવે છે. તો આવો જોઇએ રેસિડેન્શ્યલ પ્રોપર્ટીઝના લક્ઝરી સેગમેન્ટમાં શું છે સુરતીઓમાં ટ્રેન્ડીંગ….
સુરતમાં વિકેન્ડ વિલા કોન્સેપ્ટનો નવો ટ્રેન્ડ આવી રહ્યો છે
સુરત શહેરમાં વિકેન્ડ વિલાનો કોન્સેપ્ટ છેલ્લા થોડા વર્ષોમાં ખુબ ટ્રેન્ડમાં આવ્યો છે. જેથી સુરતીઓ શહેરની નજીકમાં જ વિકેન્ડ સ્પેન્ડ કરી હોલીડે એન્જોય કરી શકે. શહેરમાં ખાસ કરીને આઉટર રીંગરોડ પાસે વિલા પ્રોજેક્ટ આવ્યા છે અને વધુ આવી રહ્યા છે. જેમાં પણ ખાસ ફેસીલીટી આપવામાં આવી રહી છે. શહેરમાં જે વિકેન્ડ વિલા ડેવલપ કરવામાં આવી રહ્યા છે તે હોલીડે ડેસ્ટીનેશન જેવા સ્થળોએ જે રીસોર્ટ હોય છે તે પ્રકારના જ છે. જેથી શહેરીજનોને એમ જ લાગે કે તેઓ કોઈ ફરવાના સ્થળે આવા રીસોર્ટમાં છે. શહેરમાં જે વિલા બની રહ્યા છે તેમાં પણ ઘણી વિવિધ થીમ રાખવામાં આવી રહી છે. જેમ કે, લોકોને એવુ ફીલ થાય કે તેઓ પોતાના ગામ કે વતન ગયા છે તે માટે તે પ્રકારની થીમ પર વિલાના કોન્સેપ્ટ રાખવામાં આવ્યા છે. જેમાં વિલાના ઘરો પણ માટીના લેપણ કરીને બનાવ્યા હોય તેવો લુક આપે છે. તેમજ ઘણી વિલા યુરોપના ઘરો જેવી થીમ પર પણ બનાવાઈ છે જેથી બહાર દેશ ફરવા આવ્યા હોય તેમ જ લાગે. વિલાની સાથે સાથે ઘણી એમીનીટીસ પણ આપવામાં આવે છે. જેમ કે, સ્વીમીંગ પુલ, થીયેટર, જીમ, સ્પા, જકુઝી, ઈનડોર ગેમ્સ, આઉટડોર ગેમ સ્પેસ, રેઈન ડાન્સ, કીડ્ઝ ઝોન, બેન્કવે અને વિવિધ રેસ્ટોરન્ટ્સની પણ ફેસીલીટી હોય છે.
સુરતીઓ એક્સેપ્ટ કરી રહ્યા છે ટોલ બિલ્ડીંગ્ઝ!!!
2001નાં ભૂકંપ પછી લોકો ઊંચા બિલ્ડીંગોમાં રહેતા ડરવા લાગ્યા હતા અને એનો ઘટતો ટ્રેન્ડ ત્યારબાદ જોવા મળ્યો હતો. પરંતુ હવે Earthquake Resistant Construction ચલણમાં આવ્યા બાદ પાછો હાઇ રાઇઝીઝમાંં રહેવાનો ટ્રેન્ડ જોવા મળે છે જે વ્યક્તિ એક સ્ટેટસ સિમ્બોલ પણ આપે છે અને હવે ઘણી ઇન-હાઉઝ સુવિધાવાળા લક્ઝુરિયર્સ િબલ્ડીંગોમાં રહેવાનું ફેશન બની છે. સુરતમાં અત્યાર સુધી 45 મીટરની હાઈટના જ રેસીડેન્સીયલ પ્રોજેક્ટ ડેવલપ થતા હતા પરંતુ હવે સુરતમાં ઘણા એવા પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે કે જે શહેરની ટોલ બિલ્ડીંગ ગણાશે. ગુજરાતમાં હવે 70 માળ સુધીના પ્રોજેક્ટ બનાવવાની પરમીશન મળી છે પરંતુ મુંબઈની જેમ સુરતમાં આટલા ટોલ બિલ્ડીંગના પ્રોજેક્ટ આવ્યા નથી. પરંતુ 70 મીટર એટલે કે, 21 માળ સુધીના ઘણા પ્રોજેક્ટ શરૂ થઈ ચુક્યા છે અને પાઈપલાઈનમાં પણ છે. ખાસ કરીને સુરતીઓ હવે 21 માળ પર રહેવા માટે મેન્ટલી તૈયાર થયા છે જેથી આવા પ્રોજેક્ટો ડેવલપ થઈ રહ્યા છે. સુરતના લગભગ દરેક ઝોનમાં 21 માળ સુધીના પ્રોજેક્ટો તૈયાર થઈ રહ્યા છે. જેનો સીધો અર્થ એવો છે કે, સુરતીઓમાં પણ હવે ટોલ બિલ્ડીંગનો ક્રેઝ વધી રહ્યો છે. જેથી તેઓને સ્કાયલાઈન ફીલ થાય. ટોલ બિલ્ડીંગમાં ઘણા પ્રોજેક્ટો એવા છે કે, જેમાં દરેક માળ પર પાર્કીંગની ફેસીલીટી હોય, તેમજ હેલીપેડની સુવિધા હોય સાથે સાથે કીચન ગાર્ડન જેવા કોન્સેપ્ટ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. રેસીડેન્શીયલ પ્રોજેક્ટમાં ટોલ બિલ્ડીંગની સાથે સાથે શહેરમાં હવે કોમર્શીયલ પ્રોજેક્ટમાં પણ ટોલ બિલ્ડીંગ કોન્સેપ્ટ આવી રહ્યા છે જેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ પણ લોકોને આકર્ષિત કરી રહી છે
સુરત શહેરની આસપાસના ગામો પાસે એવા પણ પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યા છે કે, જ્યાં લોકો ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ સાથે રહી શકે. હાલ જે રીતે હેલ્થ ઈશ્યુ વધી રહ્યા છે તે જોતા હવે લોકો પણ હેલ્થ કોન્શ્યસ બની રહ્યા છે અને હવે લોકો ઓર્ગેનિક લાઈફ સ્ટાઈલ તરફ વળી રહ્યા છે. અને તે પ્રકારના પ્રોજેક્ટ હવે આવી રહ્યા છે. સુરતથી થોડેક દુર એવા પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યા છે લોકો પોતાના ઘરના કેમ્પસમાં જ જાતે ખેતી પણ કરી શકે અને સાથે સાથે ગાય, ભેંસ દોહીને દુધ પણ જાતે જ લઈ શકે. જે માટે ગાય પણ ખાસ અન્ય રાજ્યોમાંથી મંગાવી કેમ્સપમાં જ તબેલા પણ બનાવાયા છે. તેમજ ઓર્ગેનિક મધ પણ મળી શકે તે રીતે ફાર્મ ડેવલપ કરાયું છે. સાથે સાથે કેમ્પસમાં પ્રદુષણ ન થાય તે માટે કેમ્પસમાં સાયકલ સ્ટેન્ડ મુકાયા છે જ્યા લોકો સાયકલમાં જ ફરી શકે, અન્ય વાહનોને કેમ્પસમાં એન્ટ્રી જ નહી અપાય, તેમજ લોકો નેચર ફીલ કરી શકે તે માટે હજારોની સંખ્યામાં વૃક્ષો ઉગાડાયા છે.
ઓર્ગેનિક લીવીંગમાં શું શું એમીનીટીઝ અપાઈ રહી છે
ગીર ગાયનું ફાર્મિંગ હની ફાર્મ મેડીસીનલ પ્લાન્ટ્સનું ફાર્મ ગોલ્ફ કાર્ટ સીનીયર સીટીઝન પાર્ક ઓર્ગેનિક સ્પાઈસીસનું ફાર્મઆર્ગેનિક ફ્લાવર્સ ઓર્ગેનિક અથાણા ઓર્ગેનિક ગોળ ખેતી કરવા દરેક ઘર પાસે જમીન
સાયક્લિંગ ટ્રેક એડવેન્ચર પાર્ક આર્ગેનિક બેકરી