વ્યારા: સોનગઢ (Songhar) આમલીપાડા (Aamlipada) ગામે દાદરી ફળિયાનાં 16મી સપ્ટેમ્બરે દૂધમંડળીની (Dairy) સાધારણ સભાની (Ordinary Meeting) મીટિંગમાં હાજરી આપી દૂધ ડેરી ઓફિસની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આમલીપાડા ગામે સરપંચ ફળિયામાં દૂધડેરી પાસે બપોરે 3:30 વાગ્યાના અરસામાં નારાયણ ગામીતે તેને દૂધમંડળીના પૈસા ભરવાના બાકી છે ? તમે પૈસા કેમ ભરતા નથી ? તમને દૂધમંડળીની સાધારણ સભામાં બોલવાનો કોઇ અધિકાર નથી ? કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળો આપી હતી. નારણ ગામીત સાથે વિલાશ ગામીત, મહેન્દ્ર ગામીત અને મિતુલ ગામીતે પણ ઢીક્કમુક્કીનો માર મારી શરીરે મૂઢ ઇજા પહોંચાડી હતી. જાનથી મારવાની ધમકીઓ પણ આપતાં આ મામલે દિલીપ ભીલા ગામીતે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે નારણ ઈશ્વર ગામીત, વિલાશ ગોવાન ગામીત, મહેન્દ્ર પાયમલ ગામીત, મિતુલ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાદ્ધના દિવસોમાં પંદરસો લીટર દૂધપાક વહેંચી પશુપાલકોનો નવતર વિરોધ
ગણદેવી : ગણદેવી નજીક વલોટી ગામના રામદેવ મંદિરે બુધવાર સવારે પશુપાલકોએ 1500 લીટર દૂધપાકની લ્હાણી કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ગણદેવી મામલતદારને ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા અને પડતર 10 જેટલી માંગો અંગે આવેદન પાઠવ્યું હતું.
શ્રમજીવી વસાહતોમાં વિનામૂલ્યે વિતરણ કરાયો
ગણદેવીમાં બુધવારે માલધારી, ભરવાડ, રબારી, આહીર સહીત પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો દૂધ વિતરણથી દુર રહ્યા હતા. અને વલોટી રામજી મંદિરે દૂધ લઈ પહોંચ્યા હતા. જોતજોતામાં 1500 લીટર જેટલું દૂધ એકત્ર થયું હતું. જેમાંથી દૂધપાક તૈયાર કરાયો હતો. અને આશ્રમશાળા, વૃદ્ધાશ્રમ, શાળાઓ, આંગણવાડી, પાલિકા, મામલતદાર કચેરી, શ્રમજીવી વસાહતોમાં વિનામૂલ્યે વિતરણ કરાયો હતો. જે બાદ ગણદેવીના.મામલતદાર જયેશ દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પશુપાલકોને ખેડૂત ગણવા જેવી માંગો પોકારી
ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવા સાથે પડતર 10 જેટલી માંગોનો ઉકેલ લાવવા અપીલ કરાઈ હતી. જેમાં ઢોરવાડા ફાળવવા, ગૌચર જમીન. દબાણ દુર કરવા, માલધારી વસાહત બનાવવા, ખીલે બાંધેલા ઢોર ન પકડવા, ઘાસચારા પ્રતિબંધ હટાવવા, પશુપાલકોને ખેડૂત ગણવા જેવી માંગો પોકારી હતી. આ પ્રસંગે ભૂપત ભગત, નીતિન ભરવાડ, રઘુ ભરવાડ, કમાભાઈ રબારી, દિપક આહીર, ભીખુ આહીર, ગમન રબારી, જયેશ આહીર સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકામાં દૂધની તંગી વર્તાઈ હતી.
300 વિદ્યાર્થીઓને દૂધપાક વિતરણ કર્યું
અમલસાડ નજીક કોથા ગામે પણ આઈ શ્રી સિકોતર ઉત્સવ સમિતિ અને માલધારીઓએ ત્રણ શાળાઓના ત્રણસો વિદ્યાર્થીઓને દૂધપાક વિતરણ કર્યો હતો.