વાંસદા : (Vasda) ‘નફરત છોડો ભારત જોડો’ યાત્રા હેઠળ ખાટાઆંબા (Khata amba)વિસ્તારના વિદ્યાર્થીઓને એસટી બસ (ST Bus) નહીં આવવાના કારણે દરરોજ ઉત્તર બુનિયાદી શાળા બોરીયાછ સુધી ચાલતા જાય છે. જેમાં વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે પદયાત્રા (Walk) 8 કિ.મી.ની કરવામાં આવી હતી. ખાટાઆંબા વિસ્તારના વિદ્યાર્થીઓને (Student) શાળાએ જવામાં દરરોજ એક થી દોઢ કલાક જેટલો સમય બગડે છે.
વાંસદા સુધીની બે બસ ચાલુ કરવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વાંસદાના અંતરીયાળ વિસ્તાર ખાટાઆંબા-કણધા વિસ્તારના શાળાઓ જતા વિદ્યાર્થીઓ અને ધંધા રોજગારે વાંસદા જતા લોકો માટે આઝાદીના સમયથી એસટી બસની સુવિધા નથી તો આ સુવિધા તુરંત ચાલુ કરવામાં આવે. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજ ગાંવીતે જણાવ્યું હતું કે જો આવનારા ૧૫ દિવસમાં મોળાઆંબા-કણધા- ખાટાઆંબા-બોરીયાછ-વાસિયા તળાવથી વાંસદા સુધીની બે બસ ચાલુ કરવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન કરીશું. કોંગ્રેસના આગેવાનો સાથે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સરપંચ સુક્કરભાઈ પણ જોડાયા હતા.
દરેક આગેવાનોની એકમાત્ર માંગણી
દરેક આગેવાનોની એકમાત્ર માંગણી હતી, કે એસટી બસ ચાલુ કરવામાં આવે. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભોયા, વિપક્ષ નેતા ચંદુભાઈ, હસમુખભાઈ, સરપંચ એસોસિયેશન પ્રમુખ મનીષ પટેલ, સરપંચ જીતુ પટેલ, ગિતેશ જોગરિયા, નવીનભાઈ, ચંપાબેન, અંજનાબેન, અનિલ ભાઈ તેમજ પંચાયત સભ્યો હાજર રહ્યા હતા.\
ધરમપુર બાયપાસ માર્ગ પર ઊડતી ધૂળથી હાલાકી
ધરમપુરના આસુરા વાવ બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ માર્ગ પરથી પસાર થતા વાહનોને લઈ ઊડતી ધૂળની ડમરીઓને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ અહીં ડામર પેચ વર્ક કરવા માંગ ઉઠી છે. ચોમાસામાં ખરાબ બનેલા આ રસ્તા પર પુરાણની કામગીરી કરાઈ હતી. જોકે હવે વધેલી ગરમી વચ્ચે ઓછા થયેલા વરસાદને લઈ રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉઠી રહી છે. વાહનચાલકો કહે છે આગળ ચાલતા વાહનોને ઊડતી ધુળથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઊડતી ધૂળને અટકાવવા બોરના પાણીનો છંટકાવ
આ ઉપરાંત પુરાણ કરાયેલા ભાગો ઉપર ડામર પેચવર્ક કરવાની માંગ પણ ચાલકો વ્યક્ત કરી રહ્યા છે. ધરમપુર નાનાપોંઢા માર્ગ પર કાકડકુવા સડક ફળીયામાં શ્રીજીની સ્થાપના કરાયા બાદ ઊડતી ધૂળને અટકાવવા સ્થાનિકોએ બોરના પાણીનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા. જેને લઈ ઊડતી ધૂળની ડમરીઓથી તોબા પોકારી ઉઠેલા વાહનચાલકોમાં તંત્ર સર્વે કરી રસ્તા ઉપર જરૂરી પેચવર્કની કામગીરી માટે લાગણી ઉઠી છે.