National

દિલ્હીમાં 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: આ રૂપિયાથી દેશમાં આતંકી પ્રવૃત્તિઓનો હતો ઈરાદો

નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો (Drug Racket) પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે થવાનો હતો. પોલીસે ડ્રગ્સ જપ્ત કરવા સાથે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ (Consignment of Drugs) પહેલા ચેન્નાઈથી લખનૌ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું.

  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો
  • આ ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે થવાનો હતો
  • પોલીસે ડ્રગ્સ જપ્ત કરવા સાથે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી

આ ડ્રગ્સ દિલ્હીથી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સપ્લાય થવાનું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 312.5 કિલો મેથામફેટામાઇન (Methamphetamine) અને 10 કિલો સારી ગુણવત્તાના હેરોઇનનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનના ભાગરૂપે અમને 312 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન મળ્યું છે. જે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ પહેલેથી જ અમારી નજર હેઠળ હતા. એક માહિતીના આધારે કાલિંદી કુંજની પાસે એક કારને અટકાવવામાં આવી હતી. તે સમયે કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

બંને અફઘાન નાગરિક શરણાર્થી તરીકે રહેતા હતા
અધિકારીઓએ જણાવ્યું કે બંને આરોપીઓની પૂછપરછ બાદ નોઈડામાંથી હેરોઈન પણ મળી આવ્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે લખનઉમાંથી બેગમાંથી કાચો માલ પણ મળી આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા અફઘાન નાગરિકો જેમના નામ મુસ્તફા કાબુલ અને રહીમ ઉલ્લાહ છે તેઓ કંદહારના છે. પોલીસે જણાવ્યું કે આ બંને અફઘાન નાગરિકો ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હતા. આ બંને તેમના વિઝાનો સમય પણ સતત લંબાવી રહ્યા હતા.

અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ઈરાન આવ્યો હતો મેથામફેટામાઇન
આ મેથેમ્ફેટામાઈન અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ઈરાન આવ્યું હતું. તેને ઈરાનથી અરબી સમુદ્ર થઈને દક્ષિણ ભારતના બંદરે લાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન હવે મેથામ્ફેટામાઈન નામની આ ડ્રગનો નવો અડ્ડો બની ગયો છે. આ દવાઓ પશ્ચિમી દેશોમાં પણ સપ્લાય કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલે નાર્કો ટેરરિઝમને લઈને UAPA હેઠળ FIR નોંધી છે જે અંતર્ગત આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top