National

શિક્ષક દિવસ પર PM મોદીની મોટી જાહેરાત: PM શ્રી યોજનામાં 14,500 શાળાઓને અપગ્રેડ કરાશે

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષક દિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું કે આજે શિક્ષક દિવસ પર મને એક નવી પહેલની જાહેરાત કરતાં આનંદ થાય છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ સમગ્ર ભારતમાં 14,500 શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. આ મોડેલ શાળાઓ બનશે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની સંપૂર્ણ ભાવનાને સમાવિષ્ટ કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના અવસર પર મોટી જાહેરાત
  • પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ સમગ્ર ભારતમાં 14,500 શાળાઓને અપગ્રેડ કરાશે
  • PMશ્રી યોજનામાં શાળાઓ થકી ભારતભરના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે

શાળાઓને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીએમશ્રી શાળાઓમાં શિક્ષણ આપવાનો આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી માર્ગ હશે. આ શાળાઓમાં અભ્યાસ કરતી વખતે શિક્ષણની શોધ લક્ષી, અધ્યયન-કેન્દ્રિત પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે. આ શાળાઓ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં નવીનતમ ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત અને વધુનો સમાવેશ થાય છે.

PMશ્રી સ્કૂલથી લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે
વડાપ્રધાને કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને ખાતરી છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની PMશ્રી યોજનામાં શાળાઓ થકી ભારતભરના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે. આ આપણા સૌનો સામૂહિક પ્રયાસ છે. આ પહેલા શિક્ષક દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી.

PMશ્રી શાળા ભવિષ્યવાદી બેન્ચમાર્ક મોડેલ હશે
આપને જણાવી દઈએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જૂન 2022માં પીએમશ્રી શાળા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ શાળાઓ નવી શિક્ષણ નીતિ હેઠળ લેબોરેટરી તરીકે કામ કરશે. ત્યારબાદ પ્રધાને કહ્યું કે શાળા શિક્ષણ એ પાયો છે જેના પર ભારત જ્ઞાન અર્થતંત્ર બનશે. તેમણે કહ્યું કે આપણે આપણી નવી પેઢીને 21મી સદીના જ્ઞાન અને કૌશલ્યોથી વંચિત રાખી શકીએ નહીં. હું PMશ્રી શાળાઓના રૂપમાં ભાવિ બેન્ચમાર્ક મોડલ બનાવવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને સમગ્ર શૈક્ષણિક ઇકોસિસ્ટમ પાસેથી સૂચનો અને પ્રતિસાદ આમંત્રિત કરી રહ્યો છું.

Most Popular

To Top